India vs South Africa 3rd ODI: કેપટાઉનમાં રમાઇ રહેલી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડેમેચમાં ભારતીય ટીમમાં ચાર ધુરંધરોને પડતા મુકવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે સતત બે હારથી સપાટો બોલાવ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલે કહ્યું કે તે ટાર્ગેટનો પીછો કરવા માંગે છે. ટીમ ઇન્ડિયામાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે.


ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયામાં પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવ, જયંત યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા અને દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, વેંકટેશ ઐય્યર અને રવિચંદ્રન અશ્વિનને ટીમમાંથી પડતા મુકવામાં આવ્યા છે.


જ્યારે સાઉથ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. તબરેઝ શમ્સીના સ્થાને ડ્વેન પ્રિટોરિયસનને સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે ત્રણ વન-ડે મેચની સીરિઝમાં બે વન-ડે મેચ જીતીને સાઉથ આફ્રિકા સીરિઝ જીતી ચૂક્યું છે.


 


ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બન્ને ટીમોનો કેવા છે આંકડા-
ભારતીય ટીમે ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ્સ પર અત્યાર સુધી 5 મેચો રમી છે, જેમાં ટીમને ત્રણ મેચોમાં જીત મળી છે, જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ આ મેદાન પર એકદમ શાનદાર છે. આફ્રિકન ટીમે આ મેદાન પર 37 વનડે મેચો રમી છે, જેમાં 31 મેચોમાં જીત નોંધાવી છે, અને માત્ર 6 મેચોમાં જ હાર મળી છે. આ મેદાન પર યજમાન ટીમનો રેકોર્ડ બેસ્ટ છે, આવામાં ભારતીય ટીમને જીત માટે સખત મહેનત કરવી પડી શકે છે.


પિચ રિપોર્ટ-
ન્યૂઝીલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ્સની પિચ ટેસ્ટ બેટ્સમેને અને બૉલરો બન્ને માટે મદદરૂપ સાબિત થાય છે. ફાસ્ટ બૉલરોને પિચથી બાઉન્સ મળવાની આશા છે. સ્પિન બૉલરોને આનાથી કોઇ મદદ મળવાની સંભાવના નથી. આ પિચ પર બેટ્સમેને આસાનીથી રન બનાવી શકે છે, અને એટલા માટે મેચ હાઇ સ્કૉરિંગ રહેવાની પુરેપુરી શક્યતા છે. 


જ્યોતિષની સાચી ભવિષ્યવાણીએ એક એન્જિનિયરને કરોડોપતિ બનાવી દીધો, જાણો શું છે એસ્ટ્રોટોક અને તેની સફળતાની કહાણી


 


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


 


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ