Women's Asia Cup 2022 Final: મહિલા એશિયા કપની ટી20ની ફાઇનલ મેચમાં ફરી એકવાર ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો આમને સામને ટકરાશે. આ મેચ કાલે શનિવારે બપોરે શરૂ થશે. ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં થાઇલેન્ડની મહિલા ટીમને 74 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા પહેલાથી જ બનાવી લીધી હતી. જ્યારે ગઇકાલે બીજી સેમિ ફાઇનલમાં છેલ્લા બૉલ પર એક રનથી શ્રીલંકન મહિલા ટીમે પાકિસ્તાની મહિલા ટીમને માત આપીને બીજી ટીમ માટે જગ્યા પાક્કી કરી લીધી. આ સાથે જ એશિયા કપ 2022 માટે ભારત અને શ્રીલંકાની ટીમો ફાઇનલ માટે નક્કી થઇ ગઇ. ભારત સતત આઠમી વાર ફાઇનલમાં પહોંચ્યુ છે, જાણો......
ભારતે આઠમી વખત બનાવી ફાઇનલમાં જગ્યા -
ભારતે સતત આઠમી વખત (તમામ સિઝન) એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય મહિલા ટીમ એશિયા કપના ઇતિહાસની સફળ ટીમ છે, જેને સૌથી વધુ છ વખત ખિતાબ પર કબજો જમાવ્યો છે. ભારત સિવાય માત્ર બાંગ્લાદેશે એક વખત આ ટ્રોફી જીતી છે. બાંગ્લાદેશે 2018માં રમાયેલી ગત સીઝનની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું.
મહિલા એશિયા કપ ઇતિહાસ -
વર્ષ | ફોર્મેટ | યજમાન | ફાઇનલ | |
---|---|---|---|---|
વિજેતા | રનર અપ | |||
2004 | વનડે | શ્રીલંકા | ભારત | શ્રીલંકા |
2005–06 | વનડે | પાકિસ્તાન | ભારત | શ્રીલંકા |
2006 | વનડે | ભારત | ભારત | શ્રીલંકા |
2008 | વનડે | શ્રીલંકા | ભારત | શ્રીલંકા |
2012 | ટી20 | ચીન | ભારત | પાકિસ્તાન |
2016 | ટી20 | થાઇલેન્ડ | ભારત | પાકિસ્તાન |
2018 | ટી20 | મલેશિયા | બાંગ્લાદેશ |
ભારત |
2022 | ટી20 | બાંગ્લાદેશ | - | - |
ક્યાં રમાશે મેચ -
ભારત અને શ્રીલંકની મહિલા ટીમે આવતીકાલે એટલે કે શનિવારે ખિતાબી જંગ માટે ફાઇનલમાં આમને સામને ટકરાશે. આ ફાઇનલ મેચ બાંગ્લાદેશના સયાલહેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે રમાશે.
ભારત-શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચ ક્યાંથી જોઇ શકાશે ?
ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે એશિયા કપ 2022ની ફાઇનલ મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલો પર શનિવારે બપોરે 1.00 વાગ્યાથી જોઇ શકાશે.
ભારત-શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ તમે મોબાઇલ એપ Disney+ Hotstar પરથી ફ્રીમાં જોઇ શકો છો. જોકે, આ માટે તમારે સબ્સક્રીપ્શન પેક લેવુ જરૂરી છે.
ફાઇનલમાં સંભવિત બન્નેની પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ -
સ્મૃતિ મંધાના, શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રાધા યાદવ, રેણુકા ઠાકુર, રાજેશ્વર ગાયકવાડ.
શ્રીલંકાન ટીમ -
ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા મડાવી, હસીની પરેરા, નિલાક્ષી ડી સિલ્વા, કવિશા દિલહારી, અનુષ્કા સંજીવની (વિકેટકીપર), માલશા શેહાની, ઓશાદી રણસિંઘે, સુગંધિકા કુમારી, ઇનોકા રણવીરા, અચિની કુલસુરિયા.
કઇ ટીમે એશિયા કપમાં ક્યારે કર્યુ ડેબ્યૂ -
વર્ષ | ટીમ |
---|---|
2004 | ભારત, શ્રીલંકા |
2005 | પાકિસ્તાન |
2008 | બાંગ્લાદેશ |
2012 | ચીન, હોંગકોંગ, નેપાલ, થાઇલેન્ડ |
2018 | મલેશિયા |
2022 | યૂએઇ |
-------