India vs Srilanka ODI Series: અત્યારે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 ચાલી રહ્યો છે, લીગ સ્ટેજ મેચો પુરી થઇ ચૂકી છે અને હવે સુપર -8 રાઉન્ડની શરૂઆત થઇ છે. પરંતુ ટી20 વર્લ્ડકપની વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતે જુલાઈ-ઓગસ્ટમાં શ્રીલંકા સામે વનડે સીરીઝ રમવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયા ટી20 સીરીઝ માટે ઝિમ્બાબ્વે જશે. BCCI ઝિમ્બાબ્વે સામેની T20 સીરીઝ માટે નવા ચહેરાઓને તક આપી શકે છે. શ્રીલંકા સામેની વનડે સીરીજ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત સંપૂર્ણ તાકાત મેદાનમાં ઉતરશે. હવે રોહિત અને કોહલી જેવા સીનિયર ખેલાડીઓને T20 ફોર્મેટમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. આ ખેલાડીઓ ટેસ્ટ અને વનડે ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, એટલે કે આ ખેલાડીઓને વનડે અને ટેસ્ટની જવાબદારી આપવામાં આવશે. 


કોહલી, રોહિત અને જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે. તેથી હવે તેને T20માંથી બ્રેક આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના સીનિયર ખેલાડીઓ ટેસ્ટ અને ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રૉફીની તૈયારીઓ શરૂ કરશે. આ કારણોસર આ ખેલાડીઓ ઝિમ્બાબ્વે સામેની ટી20 સીરીઝમાંથી બહાર થઈ શકે છે. તે શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં મેદાનમાં ઉતરી શકે છે.


T20 વર્લ્ડકપ 2024 પહેલા કોહલી આ ફોર્મેટમાં લાંબા સમય સુધી ટીમની બહાર હતો. કોહલીએ નવેમ્બર 2022માં એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે ટી20 મેચ રમી હતી. આ પછી તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યો. અફઘાનિસ્તાન સામેની સીરીઝમાં તેને ફરી તક મળી. કોહલી જાન્યુઆરી 2024માં ફરી T20 ટીમ સાથે જોડાયો હતો. આ સમયગાળા દરમિયાન તેઓ અંગત કારણોસર પણ થોડા સમય માટે અનુપલબ્ધ હતા.


ટીમ ઈન્ડિયા 6 જુલાઈથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ T20 સીરીઝ રમશે. આ માટે અભિષેક શર્મા અને રિયાન પરાગ જેવા યુવા ખેલાડીઓને તક મળી શકે છે. આ પછી જુલાઈ-ઓગસ્ટમાં શ્રીલંકા સામે વનડે સીરીઝ રમાશે. આ શ્રેણી માટે ભારતીય ટીમ પૂરી તાકાત સાથે ઉપલબ્ધ રહેશે.