Asia Cup 2023, IND vs SL: ભારત અને શ્રીલંકાની ટીમો કોલંબોમાં આમને-સામને છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતીય ટીમ 47 ઓવરમાં 9 વિકેટે 197 રન બનાવીને સંઘર્ષ કરી રહી છે. ડુનિથ વેલાલેગાએ  રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ડુનિથ વેલાલેગા  10 ઓવરમાં 40 રન આપીને 5 ભારતીય બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા.


ભારતીય બેટ્સમેનો ડુનિથ વેલાલેગા સામે ઘૂંટણિયે પડ્યા હતા


ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત દુનિથ વેલાલેગાએ  શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાને આઉટ કર્યા હતા. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 11.1 ઓવરમાં 80 રન જોડ્યા હતા. પરંતુ આ પછી ભારતીય બેટ્સમેનો ઝડપથી આઉટ થતા રહ્યા.


ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો 


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 48 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પરંતુ આ પછી ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા અનુક્રમે 3, 5 અને 5 રન બનાવીને આઉટ થયા હતા. જો કે, ઇશાન કિશન અને કેએલ રાહુલે ચોક્કસપણે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને ખેલાડીઓ મોટી ભાગીદારી કરી શક્યા નહીં. ઈશાન કિશન અને કેએલ રાહુલ વચ્ચે ચોથી વિકેટ માટે 63 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી.


કેએલ રાહુલે 44 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ વિકેટકીપર બેટ્સમેને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ઈશાન કિશને 61 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.


એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમની આ બીજી મેચ છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયા શાકિબ અલ હસનના નેતૃત્વવાળી બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે.  


દુનિથ વેલ્લાલાગેએ ઝડપી 5 વિકેટ  


શ્રીલંકાના યુવા સ્પિનર ​​દુનિથ વેલ્લાલાગે કમાલ કર્યો છે, વેલ્લાલાગેએ 10 ઓવરમાં એક મેડન આપીને 40 રન આપીને 5 વિકેટો લીધી હતી. ભારતે તેની છઠ્ઠી વિકેટ 172 રનમાં ગુમાવી હતી. હાર્દિક પંડ્યા 18 બૉલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો.  


રોહિત શર્માએ પુરા કર્યા 10000 રન  



રોહિત શર્માએ શ્રીલંકા સામે ઈતિહાસ રચ્યો હતો. રોહિતે 22 રન બનાવીને વનડેમાં 10 હજાર રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે. રોહિતે વનડેમાં માત્ર 241 ઇનિંગ્સમાં 10 હજાર રન પૂરા કર્યા. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial