ભારતીય મર્યાદિત ઓવરની ટીમ સોમવારે શ્રીલંકી પહોંચી ગઈ છે અને કોરના પ્રોટોકોલ અનુસાર કોરેન્ટાઈનમાં રહેશે. ભારતીય ટીમ શ્રીલંકા વિરીદ્ધ વનડે અને ટી20 સીરીઝ રમશે. ટીમમાં 20 ખેલાડી અને પાંચ નેટ બોલર સામેલ છે.
શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)એ સત્તાવાર પુષ્ટિ કરતાં કહ્યું કે, “ભારતીય ટીમ ચાર કલાક બાદ કોલંબો પહોંચી અને સીધા જ કોરેન્ટાઈન પીરિયડમાં ગઈ છે.” શિખર ધવનની કેપ્ટનશિપ અને કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાની સાથે આગામી મહિને ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમશે.
એસએલસીના એક નિવેદન અનુસાર, ટીમ 29 જૂનથી 1 જુલાઈ સુધી તાજ સમુદ્રમાં રૂમ કોરેન્ટાઇનમાં રહશે. ત્યાર બાદ તે 2થી 4 જુલાઈ સુથી કોરેન્ટાઈનમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે. 5 જુલાઈથી કોરેન્ટાઈન બહાર રહેશે પંરતુ બાયો બબલની અંદર રહેશે અને ટીમ મેનેજમેન્ટની ઇચ્છા અનુસાર પ્રેક્ટિસ કે આરામ કરશે.
ભારત-શ્રીલંકી સીરીઝનો કાર્યક્રમ
વનડે સીરીઝની પ્રથમ મેચ 13 જુલાઈને રમાશે. બીજી વનડે 16 જુલાઈએ રમાશે જ્યારે ત્રીજી વનડે મેચ 18 જુલાઈના રોજ રમાશે. ભારત અને શ્રીલંકાની વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત 21 જુલાઈથી થશે. બીજી ટી20 મેચ 23 જુલાઈ અને ત્રીજી ટી20 મેચ 25 જુલાઈએ રમાશે. પ્રવાસની તમામ 6 મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે.
શ્રીલંકી પ્રવાસ માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડીકલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઈસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની અને ચેતન સાકરિયા.
નેટ બોલરઃ ઇશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર અને સિમરનજીત સિંહ
IND vs SL: રાહુલ દ્રવિડને કોચની ભૂમિકામાં જોઈ ખુશ થયા ફેન્સ, કહ્યું- લાંબો સમય રાહ જોયા બાદ...