બીસીસીઆઈ (BCCI)એ શ્રીલંકા પ્રવાસ માટે અલગ ટીમની પસંદગી કરી છે. આ દરમિયાન રાહુલ દ્રવિડને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. જ્યારે શિખર ધવન ટીમના કેપ્ટન હશે. રાહુલ દ્રવિડને કોચ બનાવવા પર ભારતીય ફેન્સ ઘણાં ખુશ છે. શ્રીલંકા જતા પહેલા રાહુલ દ્રવિડ અને શિખર ધવને મીડિયા સાથે વાતચીત કરી અને પોતાની વાત પણ શેર કરી. બીસીસીઆઈએ બન્નેની ખાસ તસવીર ટ્વિટર પર શેર કરી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


બીસીસીઆઈએ ટ્વિટર પર તસવીર શેર કરતાં લખ્યું, “શ્રીલંકા પ્રવાસ માટે ટીમના કેપ્ટન અને કોચનું અભિવાદન કરો. અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. શું તમે પણ છો?” ત્યાર બાદ ટ્વિટર પર રાહુલ દ્રવિડ ટ્રેન્ડ થવા લાગ્યા છે. ભારતીય ફેન્સ ખૂબ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે બે ભારતીય ટીમ અલગ અલગ દેશની સાથે ક્રિકેટ રમતી જોવા મળશે. શ્રીલંકા પ્રવાસ માટે ટીમમાં અનેક નવા ખેલાડીઓ સમેલ થયા છે.










ફેન્સે આપી પોતાની પ્રતિક્રિયા


સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાની પ્રતિક્રિયા આવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, “હવે સમય આવી ગયો છે કે દ્રવિડને ભારતીય ટીમના અસલી કોચ બનાવી દેવા જોઈએ.” એક અન્ય યૂઝરે લખ્યું, “ઇંગ્લેન્ડ પ્રવાસ માટે અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવવામાં આવે અને રાહુલ દ્રવિડને કોચ તરીકે ટીમમાં સામેલ કરવા જોઈએ. જ્યારે વનડે માટે રોહિત શર્માને ટીમના કેપ્ટન બનાવવા જોઈએ.” શ્રીલંકા વિરૂદ્ધ સીરીઝ 13 જુલાઈથી વનડેની સાથે શરૂ થશે, ત્યાર બાદ 21 જુલાઈથી ટી20 મેચ રમાશે.