IND vs WI, 1st Test LIVE: અશ્વિને વેસ્ટ ઈન્ડિઝને આપ્યો 7મો ઝટકો, અલઝારી જોસેફ 4 રન બનાવી આઉટ

India vs West Indies, Day 1 Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 12 Jul 2023 11:56 PM
વેસ્ટ ઈન્ડિઝને 7મો ઝટકો લાગ્યો

વેસ્ટ ઈન્ડિઝની 7મી વિકેટ અલ્ઝારી જોસેફના રૂપમાં પડી હતી. તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. તેને રવિચંદ્રન અશ્વિને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 52.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા છે..

વેસ્ટ ઈન્ડિઝને પાંચમો ઝટકો લાગ્યો

વેસ્ટ ઈન્ડિઝની પાંચમી વિકેટ પડી. જોશુઆ 2 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને શિકાર બનાવ્યો હતો. ટીમે 31.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં જાડેજાએ બીજી વિકેટ લીધી હતી.

વેસ્ટ ઈન્ડિઝને ચોથો ઝટકો લાગ્યો, જાડેજાએ બ્લેકવુડને આઉટ કર્યો

વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. રવીન્દ્ર જાડેજાએ જર્માઈન બ્લેકવુડને આઉટ કર્યો છે. રવિન્દ્ર જાડેજાના બોલ પર મોહમ્મદ સિરાજે જર્માઈન બ્લેકવુડનો કેચ પકડ્યો હતો. કેરેબિયન ટીમને આ ચોથો ફટકો છે. જેર્માઈન બ્લેકવુડે 34 બોલમાં 14 રન બનાવ્યા હતા. હવે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 4 વિકેટે 68 રન છે.

વેસ્ટ ઈન્ડિઝને ત્રીજો ફટકો, રીફર આઉટ

વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી વિકેટ પડી છે. શાર્દુલ ઠાકુરે રીફરને આઉટ કર્યો છે. તે 18 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. ટીમે 3 વિકેટ ગુમાવીને 49 રન બનાવી લીધા છે.

અશ્વિને વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝટકો આપ્યો

વેસ્ટ ઈન્ડિઝની બીજી વિકેટ પડી છે. બ્રેથવેટ 46 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 16.3 ઓવરમાં 38 રન બનાવી લીધા છે. ભારત તરફથી બીજી વિકેટ પણ અશ્વિને જ લીધી હતી.

ટીમ ઈન્ડિયાને મળી પહેલી સફળતા

ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે. આર અશ્વિને ચંદ્રપોલને બોલ્ડ આઉટ કર્યો હતો. ચંદ્રપોલ 44 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ સમયે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 1 વિકેટે 31 રન છે.

વેસ્ટ ઈન્ડિઝે 4 ઓવરમાં 9 રન બનાવ્યા

વેસ્ટ ઈન્ડિઝે 4 ઓવરમાં 9 રન બનાવ્યા હતા. ટીમ તરફથી બ્રેથવેટ 6 રન બનાવીને રમી રહ્યો છે. ચંદ્રપોલે 2 રન બનાવ્યા છે. ભારત માટે ઉનડકટે 2 ઓવરમાં માત્ર 2 રન આપ્યા છે. 

યશસ્વી-ઈશાનને ટીમ ઈન્ડિયાની કેપ મળી

ભારતે યશસ્વી અને ઈશાનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. આ બંને ખેલાડીઓ ડેબ્યૂ મેચ રમશે. આ બંનેને ટીમ ઈન્ડિયાની કેપ આપવામાં આવી હતી.


 





ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.


 





વેસ્ટઈન્ડિઝ પ્લેઇંગ-11

ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથાનાઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.


 

બ્રેકગ્રાઉન્ડ

India vs West Indies, Day 1 Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. બંને ટીમો પ્રથમ ટેસ્ટ માટે ડોમિનિકામાં આમને-સામને જોવા મળશે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ત્રિનિદાદમાં રમાશે. જોકે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. અમે તમને અહીં આ મેચ સંબંધિત લેટેસ્ટ સમાચાર સાથે અપડેટ રાખીશું. આ મેચની લાઈવ અપડેટ્સ માટે ABP લાઈવ સાથે જોડાયેલા રહો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.