Virat Kohli On WTC Final: ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કાંગારૂઓનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલમાં રમાશે. આ મેચ પહેલા વિરાટ કોહલીએ પોતાનું નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીએ કહ્યું કે કાંગારૂ ટીમ પ્રતિસ્પર્ધી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું કે જો તમે તેને નાની તક પણ આપો તો તે પૂરી તાકાતથી વળતો પ્રહાર કરશે. આ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમનું કૌશલ્ય પ્રશંસનીય છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પર વિરાટ કોહલીએ શું કહ્યું ?
વિરાટ કોહલી વીડિયોમાં કહી રહ્યો છે કે ઈંગ્લેન્ડની સ્વિંગ અને સીમની પરિસ્થિતિમાં એ મહત્વનું છે કે તમે કેવા બોલ પર શોટ રમવા માંગો છો, એક બેટ્સમેન તરીકે તેને પસંદ કરવાનું સરળ નથી. આ સિવાય તમારી ટેકનિકની સાથે સંતુલન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેણે વધુમાં કહ્યું કે જે પણ ટીમ પિચ અને પરિસ્થિતિઓને અનુરૂપ હશે તે ટીમનું વર્ચસ્વ મેચમાં જોવા મળશે. જો કે વિરાટ કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય ફેન્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સામે કાંગારૂઓનો સામનો
જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે કાંગારૂઓનો સામનો થશે. બંને ટીમો 7મી જૂનથી ઓવલના મેદાન પર આમને-સામને થશે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. જો કે આ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઇંગ્લેન્ડના મેદાન પર રમાશે ફાઇનલ મેચ -
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની બીજી આવૃત્તિની અંતિમ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. 7 થી 11 જૂન વચ્ચે રમાનારી આ મેગા મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 44 અને ભારતે 32 મેચ જીતી છે. વળી, 29 ટેસ્ટ મેચ ડ્રૉમાં પરિણમી છે, અને 1 ટાઈ રહી છે.
ડ્યૂક બૉલથી રમાશે ફાઇનલ ટેસ્ટ -
ટેસ્ટ ક્રિકેટ ભારતમાં SG બૉલથી અને ઓસ્ટ્રેલિયામાં કૂકાબુરાથી રમાય છે. વળી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની ફાઇનલ મેચ ડ્યૂક બૉલથી રમાશે. ભારતીય ટીમે IPL દરમિયાન જ ડ્યૂક બૉલથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી, જેથી ટીમને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.