Indian Cricketer, Lanka Premier League: ભારતના કેટલાય એવા ક્રિકેટરો છે, જેમને પોતાની રમતના આધારે દુનિયા પર રાજ કર્યું. અત્યારે પણ ભારતીય ક્રિકેટ વિશ્વભરમાં જાણીતી છે. જોકે આમાં એક એવો ખેલાડી પણ છે જેને વર્લ્ડકપ જીત્યો, અનેકવાર IPL ટ્રૉફી જીતી અને હવે નિવૃત્તિ પછી તેને વિદેશી લીગમાં રમવાનું નક્કી કર્યું પરંતુ તે ખેલાડીને કિંમત ના મળી અને ઓક્શનમાં કોઇએ ખરીદ્યો પણ નહીં, આ કારણે આ વર્લ્ડ ચેમ્પીયન પ્લેયરની આબરુના કાંકરા થયા છે. 


સુરેશ રૈનાને કર્યો ઇગ્નોર -
આ સ્ટૉરીમાં જે ખેલાડીની વાત કરવામાં આવી રહી છે, તે છે સુરેશ રૈના. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈના, જે ભારતની વિશ્વ વિજેતા ટીમનો પણ સભ્ય રહી ચૂક્યો છે. સુરેશ રૈના બહુપ્રતીક્ષિત લંકા પ્રીમિયર લીગ (LPL)માં રમવા માટે તૈયાર થયો હતો, પરંતુ તેને ઓક્શનમાં કોઈએ ખરીદ્યો નહીં, આ લીગની હરાજીમાં 92 હજાર ડૉલર (રૂ. 75 લાખ) મેળવનાર દિલશાન મધુશંકા સૌથી મોંઘો ખેલાડી બન્યો.


સુરેશ રૈનાની આબરુ ગઇ -
ભારત અને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂકેલા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાનું નામ ઓક્શનના લિસ્ટમાં હતું પરંતુ ઓક્શન કરનારે તેને બોલાવ્યો ન હતો. આ જોઈને બધાને નવાઈ લાગી. કેટલાક ચાહકોએ વિચાર્યું કે તેમને ખૂબ સારા પૈસા મળશે પરંતુ ઓક્શન કરનારે તેમને ન બોલાવવાનું નક્કી કર્યું. હવે વાઈલ્ડકાર્ડની હરાજી પણ થઈ શકે છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નથી પરંતુ ટીમ સોમવાર પહેલા તેમના નામ સબમિટ કરીને વિદેશી ખેલાડીઓને સાઈન કરી શકે છે.


ધોનીની સાથે લીધો હતો સુરેશ રૈનાએ સન્યાસ  - 
ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીએ અનુભવી મહેન્દ્ર સિંહ ધોની સાથે સંન્યાસ લઈ લીધો હતો. ધોની અને રૈના ઘણા વર્ષો સુધી ભારતીય ટીમમાં સાથે રમતા હતા. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પણ ઘણી વખત સાથે મળીને ટ્રૉફી ઉપાડી હતી. નિવૃત્તિ બાદ રૈના છેલ્લા બે વર્ષથી CSK ટીમનો ભાગ નથી.