નવી દિલ્હીઃ ગઇકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની અંતિમ વનડે મેચ રમાઇ, આ મેચમાં પણ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો, રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કમાન કેએલ રાહુલ સંભાળી રહ્યો હતો, પરંતુ વિદેશમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવેલા દીપક ચાહરનો એક ભાવુક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે રડતો દેખાઇ રહ્યો છે. 


કેપટાઉનમાં રમાયેલી ત્રીજી વનડેમા ભારતીય ટીમને ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો, આ મેચમાં સ્ટાર ખેલાડીઓ કંઇ ખાસ કમાલ ના શક્યા પરંતુ, પુછડીયા ખેલાડીઓએ મેચને જીતની સાવ નજીક લાવી દીધી હતી. આ માટે સૌથી વધુ યોગદાન દીપક ચાહરનુ રહ્યું. તેને તાબડતોડ બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી હતી. પરંતુ મેચ હારી જતાં તે ડગઆઉટમાં બેસીને રડી પડ્યો હતો. તેની આ તસવીરો કેમેરામાં કેદ થઇ ગઇ હતી.  


 






સોશ્યલ મીડિયા યૂઝર્સ પણ દીપક ચાહરની બેટિંગની પ્રસંશા કરી રહ્યાં છે, કેમ કે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર દીપક ચહરે ભારત માટે આ મેચ લગભગ જીતી લીધી હતી, પરંતુ તે થોડા રનના અંતર પહેલા જ આઉટ થઈ ગયો હતો. દીપક ચહરે 34 બોલમાં 54 રન ફટકારીને મેચ જીતવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ફિનિશ લાઈન પાર કરી શક્યો નહોતો.




આ પણ વાંચો..........


Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ


અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ


Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............


ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો


સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી