Shoaib Akhtar Fastest Ball Record: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ત્રણ મેચની T20 શ્રેણી આજથી (06 ઓક્ટોબર, રવિવાર) શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ ગ્વાલિયરના ન્યૂ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) નો રેકોર્ડ તોડી શકે છે. ભારતીય ઝડપી બોલર મયંક યાદવ(Mayank Yadav) પોતાની ડેબ્યૂ મેચમાં જ અખ્તરનો રેકોર્ડ તોડી શકે છે.


 






મયંકને બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝ દ્વારા પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે એવી આશા છે કે મયંક સીરિઝની પ્રથમ T20માં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે.


મયંક કેમ તોડી શકે છે અખ્તરનો રેકોર્ડ ?


IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહેલા મયંક યાદવે 2024ની સિઝનમાં પોતાની ઝડપી ગતિથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આઈપીએલ 2024માં પહેલી મેચ રમ્યા બાદ જ મયંકને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની ચર્ચા થઈ હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેને 2024 T20 વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવશે, પરંતુ ઈજાના કારણે મયંક થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહ્યો હતો. જો કે, હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે.


2024 IPLમાં, મયંકે 150+ની ઝડપે સતત બોલિંગ કરી હતી. તેણે સિઝનમાં 156.7 કિમી પ્રતિ કલાકની સૌથી ઝડપી ઝડપે બોલ ફેંકવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મયંકની આ ક્ષમતાને જોતા એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશ સામેની પહેલી જ T20માં મયંક પાકિસ્તાનના પૂર્વ મહાન ખેલાડી શોએબ અખ્તરનો રેકોર્ડ તોડી શકે છે. અખ્તરે 2003 ODI વર્લ્ડ કપમાં 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.


પ્રથમ T20માં ભારતના સંભવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.


આ પણ વાંચો...


IND vs BAN: ભારત- બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ T20, આ 3 ખેલાડીઓ ડેબ્યૂ કરશે! જુઓ સંભવિત પ્લેઈંગ-11