કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓએ પણ શોક વ્યક્ત કરતા કાળી પટ્ટી બાંધી હતી. મનદીપના પિતા હરદેવ સિંહ લાંબા સમયથી બિમાર હતા. રિપોર્ટ્સ અનુસાર આઈપીએલ 2020ની શરુઆતથી જ તેમની તબિયત નાજુક હતી અને તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.
મનદીપનું ભારતીય ક્રિકેટમાં સામેલ થવાથી તેમના પિતા ખૂબજ ખુશ હતા. તેમણે કસમ ખાદી હતી કે જ્યાં સુધી મનદીપનું ટીમ ઈન્ડિયામાં પસંદગી નહીં થાય ત્યાં સુધી તે કોઈ પણ ક્રિકેટ મેચ નહીં જુએ. વર્ષ 2016માં ઝિમ્બાવે પ્રવાસ દરમિયાન મનદીપસિહંને ભારતીય ટીમના સામેલ કરવામાં આવ્યો હતો.
આ પહેલા નીતીશ રાણાએ પણ પોતાના સસરાના નિધન બાદ પણ ટીમ માટે મેચ રમી હતી. રાણા 24 ઓક્ટોબરે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ રમ્યો હતો. જ્યારે એક દિવસ પહેલા જ તેમના સસરાનું નિધન થયું હતું. દિલ્લી વિરુદ્ધ તેણે અડધી સદી ફટકારી હતી અને પોતાના સસુરના નામની જર્સી પણ મેદાનમાં દર્શાવી હતી.