નવી દિલ્હીઃ આઈપીએલ 2020માં ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબને 9 વિકેટથી હાર આપી હતી. ચેન્નઈની જીતમાં ઋતુરાજ ગાયકવાડે મહત્વનું યોગદાન આપ્યું હતું. ગાયકવાડ 49 બોલમાં 62 રન બનાવી અણનમ રહ્યો હતો. તેના આ શાનદાર દેખાવ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.


મેચમાં અડધી સદી લગાવવાની સાથે જ તેણે અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. . તે સતત 3 મેચમાં ફિફટી મારનાર ચેન્નઈનો પ્રથમ પ્લેયર બન્યો છે. તેણે આજની મેચમાં 49 બોલમાં 62* રન કર્યા. આ પહેલા તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અણનમ 65 રન અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે નોટઆઉટ રહીને 51  રન કર્યા હતા.



Gujarat Corona Cases Update:  નવેમ્બરની શરૂઆતમાં કોરોના હાંફ્યો, આજે 860 કેસ નોંધાયા

CSK vs KXIP IPL 2020: દિપક હુડાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, આ મામલે બન્યો બીજો ખેલાડી