દુબઈઃ આઈપીએલની આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સાવ નબળું રહ્યું છે. આ સીઝમાં સીએસકેએ 12 મેચમાં 8 પોઈન્ટ સાથે સૌથી છેલ્લા ક્રમ પર છે. સીએસકેની આ સીઝનમાં અત્યાર સુધીમાં સૌથી ખરાબ નેટ રનરેટ -0.733 છે. જ્યારે આ સીઝનમાં આરસીબી 10 મેચમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમ પર છે.

આ સાથે જ સીએસકે માટે હવે પ્લે ઓફમાં પહોંચવું લગભગ અશક્ય થઈ ગયું છે. આઈપીએલમાં આ સીએસકેનું અત્યાર સુધીનૌ સૌથી નબળું પ્રદર્શન છે.

આઈપીએલમાં ધોનીની ટીમ 12 મેચ રમી છે જેમાંથી તેણે ચારમાં જીત મેળવી છે. જ્યારે 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે જો ધોનીની ટીમ બાકીની બે મેચ જીતી પણ જાય તો પણ તેની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા લગભગ ઓછી છે.



જોકા આ બધાની વચ્ચે સાઉથની મોડલ અને એક્ટ્રેસ પાર્વતિ નાયર સીએસક અને ધોનીના સપોર્ટમાં આવી છે. પાર્વતિ નાયરે ટ્વીટ કરીને લખ્યું કે, આખું વર્ષ તમે અને ચીયર્સ કરવા માટે ઘણું આપ્યું અને હવે આપણો સમય છે કે તેમની સાથે ઉભા રહીએ અને આવા ખરાબ સમયમાં તેમને સપોર્ટ કરીએ. અમે તમને પ્રેમ કરીએ છીએ. અમે તમને પ્રેમ કરીએ છીએ થાલા.

નોંધનીય છે કે, પાર્વતિ નાયર ક્રિકેટ ફેન છે. વર્ષ 2016માં સેલિબ્રિટી ક્રિકેટ લીગ કર્ણાટકા બુલડઝર્સ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. ઉપરાંત વર્ષ 2015ની આઈપીએલમાં તે આરસીબીની મેચોમાં પણ જોવા ળી હતી.