IPL 2020: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ મુશ્કેલીમાં ફસાતી નજર આવી રહી છે. કેકેઆરના સ્ટાર બોલર સુનીલ નરેન વિરુદ્ધ સંદિગ્ધ બોલિંગ એક્શનને લઈને ફરિયાદ કરવામાં આવી છે. શનિવારે સુનીલ નરેને કેકેઆરને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ બે રનથી જીત અપાવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
સુનીલ નરેન વિરુદ્ધ શંકાસ્પદ બોલિંગ એક્શનની ફરિયાદની જાણકારી આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મેદાન પર અમ્પાયર ઉલ્હાસ ગાંધી અને ક્રિસ ગાફાનેએ નરેન વિરુદ્ધ શંકાસ્પદ બોલિંગ એક્શનની રિપોર્ટ બનાવી છે. નરેનને ચેતવણીની યાદીમાં નાખવામાં આવી રહ્યો છે અને તેને આ સીઝનમાં બોલિંગની અનુમતિ આપવામાં આવી રહી છે.
એવામાં હવે સુનિલ નરેન માટે ટૂર્નામેન્ટનો આગળનો સફર સરળ નહીં રહે. આઈપીએલ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો નરેન વિરુદ્ધ વધુ એક ફરિયાદ આવશે તો તેના પર આ ટૂર્નામેન્ટમાં તેને બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવાશે, તેના બાદ નરેને ફરી બોલિંગ કરવા માટે બીસીસીઆઈના બોલિંગ એક્શન કમિટી પાસેથી ક્લીન ચીટ મેળવી પડશે.
જો કે, સુનિલ નરેન પોતાની બોલિંગ એક્શનના કારણે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે. નરેનની બોલિંગ એક્શનને લઈ 2014માં ફરિયાદ થઈ હતી. 2014 ચેમ્પિયન લીગ દરમિયાન નરેનની બોલિંગ એક્શનને લઈ બે વખત ફરિયાદ થઈ અને તે 2015નો વનડે વર્લ્ડ કપ રમી શક્યો નહોતો.
IPL 2020: KKRને મેચ જીતાડનાર સુનીલ નરેન વિરુદ્ધ અમ્પાયરે કરી ફરિયાદ, લાગી શકે છે પ્રતિબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2020 08:19 AM (IST)
સીઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ મુશ્કેલીમાં ફસાતી નજર આવી રહી છે. કેકેઆરના સ્ટાર બોલર સુનીલ નરેન વિવાદમાં સપડાયો છે.
તસવીર-આઈપીએલ ટ્વીટર
- - - - - - - - - Advertisement - - - - - - - - -