આઈપીએલ સીઝન 13માં સીએસકેની સતત ત્રીજા હારનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે રમાયેલ આ મેચમાં સેનરાઈઝર્સ હૈદ્રાબાદે સીએસકેને સાત રને હાર આપી. ટીમના કેપ્ટન ધોનીએ અણનમ 47 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી ન શક્યા. પરંતુ આ મેચમાં મેદાન પર ઉતરતા જ ધોનીએ આઈપીએલમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. ધોનીએ આઈપીએલમાં સૌથી વધારે મેચ રવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ધોનીએ સૌથી વધારે મેચ રમવાના મામલે પોતાની જ ટીમના સુરેશ રૈનાને પાછળ છોડ્યો છે. રેના આ વખતે આઈપીએલ 13માં નથી રમી રહ્યો. કોરોનાનું જોખમને ધ્યાનમાં રાખતા સુરેશ રૈના દુબઈથી ભારત પરત ફર્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના આઈપીએલ કેરિયરમાં અત્યાર સુધી 193 મેચ રમી હતી. પરંતુ હવે ગઈકાલેની મેચ સાથે ધોનીની કુલ મેચની સંખ્યા 194 થઈ ગઈ છે.

આઇપીએલમાં 4500 રન

ધોનીએ 193 આઇપીએલ મેચોમાં 42.22ની એવરેજથી 4476 રન બનાવ્યા છે, અને તે 4500ના આંકડાથી માત્ર 24 રન જ દુર છે. આઇપીએલમાં ધોનીથી વધુ રન માત્ર વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, ડેવિડ વોર્નર, શિખર ધવન, એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલે જ બનાવ્યા છે.

300 છગ્ગામાંનો રેકોર્ડ

ટી-20 ક્રિકેટમાં 300 છગ્ગા ફટકારનારો ધોની ભારતનો ત્રીજો ખેલાડી બની શકે છે. ધોનીના ખાતામાં હાલ 298 છગ્ગા છે, તે 300 છગ્ગાના મુકામથી માત્ર બે છગ્ગા દુર છે. ધોની સિવાય બે ભારતીય બેટ્સમેનો છે જેને ટી20 ક્રિકેટમાં 300થી વધુ છગ્ગા ફટકાર્યા છે. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના ખાતમાં 371 છગ્ગા છે, જ્યારે સુરેશ રૈના 311 છગ્ગા ફટકારી ચૂક્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સનો મુખ્ય ખેલાડી સુરેશ રૈના આ વખતે આઇપીએલમાં નથી રમી રહ્યો.