મુંબઈ: ઈન્ડિયન પ્રીમયિર લીગ 2021 (IPL)ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સપુર કિગ્સે 7 વિકેટથી હરાવી દીધું છે.  દિલ્હી તરફથી શિખર ધવને  85 રન અને પૃથ્વી શૉએ 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે 4 ફટકારીને ટીમને જીત અપાવી હતી.


 


ચેન્નઈએ દિલ્હીને જીત માટે 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે 18.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને શાનદાર જીત મેળવી હતી.  ચેન્નઈ તરફથી શાર્દુલ ઠાકુર 2 વિકેટ અને બ્રાવોએ એક વિકેટ ઝડપી હતી. 


દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા.  સુરેશ રૈનાએ શાનદાર બેટિંગ કરતા 36 બોલમાં 3 ફોર 4 સિક્સની મદદથી 54 રન બનાવ્યા હતા. જ્યારે મોઈન અલી 36 અને સેમ કરને 34 રન બનાવ્યા હતા.  દિલ્હી કેપિટલ્સ તરફથી ક્રિસ વોક્સ અને આવેશ ખાને 2-2 વિકેટ અને અશ્વિન અને ટોમ કરને એક-એક વિકેટ ઝડપી હતી.  



ઋષભ પંત લીગમાં પહેલીવાર કપ્તાની કરી રહ્યો છે. ઇંગ્લિશ ઓલરાઉન્ડર ટોમ કરન દિલ્હી માટે પોતાનું ડેબ્યુ કર્યું હતું. આ વખતે રિષભ પંત (Rishabh Pant) દિલ્હીની કમાન સંભાળી રહ્યો છે. દિલ્હીની ટીમનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયા બાદ દિલ્હીની કેપ્ટનશિપ પંતને સોંપવામાં આવી છે. 



 



દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ 11  :  પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, ટોમ કરન, અમિત મિશ્રા અને આવેશ ખાન


 


ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઇંગ 11:   ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, સુરેશ રૈના, એમ.એસ. ધોની (કેપ્ટન/વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર અને દિપક ચહર


દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals)ગયા વર્ષે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. જો કે, અંતિમ મેચમાં તેને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સીઝનમાંમાં સીએસકેનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું.