DC vs CSK: રોમાંચક મુકાબલામાં ચેન્નઈને હરાવી IPL પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું દિલ્હી કેપિટલ્સ
IPL 2021, Match 50, DC vs CSK: આઈપીએલમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો હતો.
રોમાંચક મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.
દિલ્હી કેપિટલ્સે 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવી છે. દિલ્હીએ હાલ 71 રન બનાવી લીધા છે. શિખર ધવન રમતમાં છે.
ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને જીત માટે 137 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નઈ તરફથી રાયડુએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. રાયડુ 55 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.
એમ એસ ધોની 27 બોલમાં 18 રન બનાવી આઉટ થયો છે.
ચેન્નઈ સુપર કિંગ્સની ખૂબ જ ખરાબ શરુઆત થઈ છે. ચેન્નઈની ટીમે 10 ઓવરની અંદર 4 વિકેટ ગુમાવી છે. હાલ રાયડુ અને ધોની રમતમાં છે. ચેન્નઈએ 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 69 રન બનાવ્યા છે.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2021, Match 50, DC vs CSK: આઈપીએલમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો હતો. રોમાંચક મુકાબલામાં ચેન્નઈને હરાવી IPL પોઈન્ટ ટેબલમાં ટોપ પર દિલ્હી કેપિટલ્સ પહોંચ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -