નવી  દિલ્હી :  ચેન્નાઈ સુપર કિંગ્સનો બેટિંગ કોચ  અને પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ હસીનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. એવામાં તેણે હજુ કેટલાક દિવસો ભારતમાં રહેવું પડશે અને ઓસ્ટ્રેલિયા પાછા ફરવાની રાહ જોવી પડશે. શુક્રવારે હસીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે તે ઝડપથી રિકવરી થઈ રહ્યો છે. પરંતુ હવે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હાલમાં તેની સારવાર ચાલી રહી છે.



સીએસકેના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને હસી કોવિડ -19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના બાદ તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2021 બાયો બબલમાં એક પછી એક ખેલાડી કોરોનાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટ સ્થગિત રાખવામાં આવી છે.



4 મેના રોજ, ભારતના ક્રિકેટ બોર્ડ ઓફ કંટ્રોલ (BCCI) દ્વારા આઇપીએલ 2021 મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત હતી. KKRના વરૂણ ચક્રવર્તી અને સંદિપ વોરિયર પછી પ્રસિદ્ધ કૃષ્ણ અને ટિમ સિફેર્ટે પણ COVID-19 પોઝિટિવ આવ્યા હતા. માઇકલ હસી અને ટિમ સિફેર્ટની સારવાર ચેન્નઈમાં કરવામાં આવી રહી છે.



ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ટોડ ગ્રીનબર્ગને ESPNcricinfoના હવાલાથી જણાવ્યું હતું કે, તેઓ તેમના હોટલના રૂમમાં આઈસોલેશનમાં છે. તેની સારી સંભાળ રાખવામાં આવી રહી છે. અમે માઇક સાથે વાત કરી છે. તેમને ખૂબ જ હળવા લક્ષણો છે.


કોલકાતા નાઈટ રાઈડર્સના ચાર ખેલાડી કોરોના સંક્રમિત (Corona positive) થઈ ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડનો વિકેટ કીપર બેટ્સમેન ટિમ સેઈફર્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.  આઈપીએલ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 11 ખેલાડી અને 3 આસિસ્ટન્ટ કોચ સંક્રમિત થઈ ચૂક્યા છે.


ક્રિકેટર પીયૂષ ચાવલાના પિતાનું નિધન, કોરોના વાયરસથી હતા સંક્રમિત


જોરદાર ફોર્મ છતાં પૃથ્વી શૉને આ વિચિત્ર કારણોસર ઇંગ્લેન્ડ ટૂરમાંથી કરી દેવાયો છે બહાર, જાણીને તમે પણ ચોંકી જશો