IPL 2021: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2021ના બીજા તબક્કાની શરૂઆતને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આઈપીએલની શરૂઆત કોરોનાના ખતરા વચ્ચે ભારતમાં જ થઈ હતી. 31 મેચ રમ્યા બાદ કોરોના કહેરના કારણે બાકીની મેચો સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે હવે કોરોના કાબુમાં આવ્યા બાદ આઈપીએલની બાકીની મેચો યુએઈમાં રમાશે. આજે અમે તમને આઈપીએલમાં પ્રથમ બેટિંગ કરતાં કે બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે સદી ફટકારી ચુકેલા ભારતીય ખેલાડીઓ અંગે જણાવીશું.
આ ભારતીય ખેલાડીઓ બંને ઈનિંગમાં ફટકારી ચુક્યા છે સદી
- વિરેન્દ્ર સેહવાગ
- વિરાટ કોહલી
- શિખર ધવન
- સંજુ સેમસન
IPLનું કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોનું ભારત સહિત 100થી વધુ દેશોમાં લાઇવ ટેલિકાસ્ટ થશે. ભારતમાં ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર નેટવર્કની વિવિધ ચેનલ પરથી પ્રસારણ થશે. જ્યારે ડિઝની પ્લસ હોટસ્ટાર પરથી પણ મેચ નીહાળી શકાશે.
CSK-MI વચ્ચે આવતીકાલે ટક્કર
ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થશે. મે મહિનાની શરૂઆતમાં આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇજીમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ આઈપીએલ-14ને સ્થગિત કરી દેવામાં વી હતી. 4 મહિના બાદ બાકી રહેલી ટુર્નામેન્ટ રમાશે. આઈપીએલ-14ની ફાઈનલ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.
દર ત્રીજા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થશે
બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોના 30 હજારથી વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે. આઈપીએલના બીજા તબક્કા દરમિયાન દર ત્રીજા દિવસે આ ટેસ્ટ થશે. ગત વર્ષે જ્યારે યુએઈમાં ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે પ્રત્યેક પાંચમાં દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા.