MI vs RR : મુંબઈ ઇન્ડિયન્સનો 8 વિકેટથી ભવ્ય વિજય, ઈશાન કિશનની અડધી સદી

IPL 2021, Match 51, MI vs RR: IPL 2021 માં આજે રાજસ્થાન(Rajasthan Royals) અને મુંબઈ(Mumbai Indians)વચ્ચે મુકાબલો હતો.

gujarati.abplive.com Last Updated: 05 Oct 2021 10:36 PM

મુંબઈ ઈન્ડિયન્સનો રાજસ્થાન સામે 8 વિકેટથી શાનદાર વિજય થયો છે. મુંબઈની ટીમે 8.2 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસિલ કર્યો હતો. 


 


ઈશાન કિશનની અડધી સદી

સતત બે મેચમાં ટીમની બહાર રહ્યા બાદ ઇશાન કિશનની ટીમમાં શાનદાર વાપસી થઇ છે. તેણે આજે શાનદાર ઈનિંગ રમતા ટીમને જીત અપાવી છે. 

મુંબઈને જીત માટે 80 બોલમાં 32 રનની જરુર

મુંબઈ ઈન્ડિયન્સે 2 વિકેટ ગુમાવી છે. રોહિત શર્મા 22 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 13 રન બનાવી આઉટ થયો હતો. હાલ ઈશાન કિશન 21 રને રમતમાં છે. મુંબઈને જીત માટે 80 બોલમાં 32 રનની જરુર છે. 

રાજસ્થાને મુંબઈને 91 રનનો ટાર્ગેટ આપ્યો છે.  નાથન કુલ્ટર નાઈલે ઝડપી 4 વિકેટ ઝડપી છે. રાજસ્થાને આજની મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. 


રાજસ્થાન રોયલ્સે પાંચમી વિકેટ ગુમાવી

રાજસ્થાન રોયલ્સે પાંચમી વિકેટ ગુમાવી છે. ગ્લેન ફિલિપ્સ આઉટ થયો છે. રાજસ્થાન રોયલ્સની હાલત ખરાબ થઈ ગઈ છે અને માત્ર 50 રનમાં 5 વિકેટ પડી ગઈ છે. હાલ રાજસ્થાન 13 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 62 રન બનાવ્યા છે. 

મુંબઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય

IPL 2021 માં આજે રાજસ્થાન(Rajasthan Royals) અને મુંબઈ(Mumbai Indians)વચ્ચે મુકાબલો છે. મુંબઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2021, Match 51, MI vs RR: IPL 2021 માં આજે રાજસ્થાન(Rajasthan Royals) અને મુંબઈ(Mumbai Indians)વચ્ચે મુકાબલો હતો.  મુંબઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સનો 8 વિકેટથી ભવ્ય વિજય થયો છે.  ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.