CSK vs MI: આઇપીએલ 2021ના બીજા તબક્કાની પહેલી મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાશે. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે  07:30 વાગ્યાથી રમાશે. બન્ને ટીમો ભારતમાં રમાયેલી આઇપીએલ 2021ના પહેલા તબક્કામાં એકવાર આમાને સામને આવી ચૂકી છે. એ મેચમાં મુંબઇની જીત થઇ હતી. આવામાં ચેન્નાઇ સુપર કિંગ્સ હારનો બદલો લેવા પ્રયાસ કરશે.


આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાનો મોકો છે. રોહિત શર્મા સીએસકે સામે જો ત્રણ સિક્સર ફટકારશે તો ભારત તરફથી ટી-20 મેચમાં 400 સિક્સ મારનારો પ્રથમ ખેલાડી બની જશે.  રોહિતે અત્યાર સુધીની ટી20 કરિયરમાં કુલ 397 છગ્ગા માર્યા છે. ભારત તરફથી માત્ર ચાર ખેલાડી જ ટી-20માં 300થી વધારે છગ્ગા મારી શક્યા છે.


રોહિત પછી રૈના બીજા ક્રમે


રોહિત બાદ સુરેશ રૈનાએ 324 સિક્સ મારી છે. જે બાદ કોહલીએ 315 સિક્સ ફટકારી છે. ધોનીએ 303 છગ્ગા માર્યા છે. રોહિત શર્માએ 397 સિક્સમાંથી 224 આઈપીએલમાં મારી છે. તેણે 173 છગ્ગા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રતમા માર્યા છે.


ટી-20માં સૌથી વધારે કોણે મારી છે સિક્સર


ટી-20માં સૌથી વધારે સિક્સ મારનારા ખેલાડીની વાત કરવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેઇલ ટોચ પર છે. તેણ સર્વાધિક 1042 છગ્ગા માર્યા છે. જ્યારે બીજા નંબર પર કિરોન પોલાર્ડ છે.પોલાર્ડ અત્યાર સુધીમાં 755 સિક્સર મારી ચુક્યો છે. ત્રીજા નંબર પર આંદ્રે રસેલ છે. તેણે ટી-20 ક્રિકેટમાં 509 છગ્ગા માર્યા છે. આ લિસ્ટમાં રોહિત શર્મા 8માં નંબર પર છે.


આ પણ વાંચોઃ IPL 2021: આજથી દુબઈમાં બીજા તબક્કાની શરૂઆત, જાણો ક્યારે કઈ ટીમની કોની સામે  થશે ટક્કર


IPL 2021: આજથી આઈપીએલનો પ્રારંભ, મુંબઈ ઈન્ડિયન્સ-ચેન્નાઈના ક્યા 3 દિગ્ગજ ખેલાડી નહીં રમે ? જાણો શું છે કારણ ?