IPL 2023: IPL 2023નું બ્યુગલ વાગવાનું શરુ થઈ ચુક્યું છે. આઈપીએલની આગામી સિઝન માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સિઝન પહેલાં મીની હરાજી યોજાવાની છે. મીની હરાજી પહેલાં તમામ ટીમોએ પોતાના 15 ખેલાડીઓની યાદી BCCIને સુપરત કરવાની રહેશે. જેના અનુસંધાનમાં ગુજરાત ટાઇટન્સના કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાત ટાઈટન્સ શિવમ માવી પર મોટો દાવ રમી શકે છે.
લોકી ફર્ગ્યુસનને હટાવી શકે છે ગુજરાત ટાઈટન્સઃ
ગુજરાત ટાઈટન્સની ટીમ ન્યુઝિલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનના રૂપમાં મોટો ફેરફાર કરી શકે છે. અહેવાલ મુજબ, ગુજરાત ટાઇટન્સ શિવમ માવી માટે મીની હરાજી પહેલા લોકી ફર્ગ્યુસનને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને સોંપી શકે છે. લોકી ફાસ્ટ બોલર છે. તેણે IPL 2022માં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આવી સ્થિતિમાં શિવમ ગુજરાત ટાઇટન્સને માવી માટે લોકી ફર્ગ્યુસનને કેમ છોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ મામલે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી.
IPL 2022માં કેવું રહ્યું પ્રદર્શન?
IPL 2022ની સિઝનમાં, લોકી ફર્ગ્યુસને ગુજરાત માટે કુલ 13 મેચ રમી હતી, જેમાં તેણે 35.58ની એવરેજથી 12 વિકેટ લીધી હતી. તે જ સમયે, તેની બોલિંગ ઈકોનોમી 8.96 હતી જે T20 મુજબ એટલી ખરાબ નથી. આ સિવાય એક મેચમાં 4 વિકેટ સાથે 28 રન આપીને તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. વર્ષ 2022ની મેગા ઓક્શનમાં ગુજરાતે 10 કરોડ રૂપિયાની ભારે કિંમત ચૂકવીને લોકી ફર્ગ્યુસનને ટીમમાં સામેલ કર્યો હતો.
માવીએ ખરાબ પ્રદર્શન કર્યું હતું
IPL 2022માં કોલકાતા તરફથી રમતા શિવમ માવીએ IPLની છેલ્લી સિઝનમાં કુલ 6 મેચ રમી હતી, જેમાં તેણે 45.40ની એવરેજથી 5 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, તેણે 10.32ની ઇકોનોમી પર રન લૂંટાવ્યા હતા. IPL 2022ની મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે શિવમ માવીને 7.25 કરોડ ચૂકવીને પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો હતો.
આ પણ વાંચો....