ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન શરૂ થાય તે અગાઉ ચેન્નઇ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. આઇપીએલ 2022ની શરૂઆત 26 માર્ચથી થશે. 14 અથવા 15 માર્ચથી તમામ ટીમો તેમની પ્રેક્ટિસ શરૂ કરશે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે.
વાસ્તવમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બોલિંગ ઓલરાઉન્ડર દીપક ચહર IPL 2022ની પ્રારંભિક કેટલીક મેચમાં ભાગ નહી લઇ શકે. વાસ્તવમાં દીપક ચહરને વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી ટી-20 મેચમાં ઇજા પહોંચી હતી. બાદમાં દીપક ચહરે શ્રીલંકા સામેની સીરિઝમાં પણ ભાગ લીધો નહોતો. ચેન્નઇ સુપરકિંગ્સ દીપક ચહરને લઇને નેશનલ ક્રિકેટ એકેડમીના રિપોર્ટની રાહ જોઇ રહી છે. દીપક હાલમાં બેંગ્લુરુમાં છે અને ત્યાં તેનું રિહૈબ ચાલી રહ્યું છે. પ્રથમ કેટલીક મેચોમાં ભાગ લઈ શકશે નહીં. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. 29 વર્ષનો દીપક ચહર આઇપીએલ 2022ની મેગા ઓક્શનમાં બીજો સૌથી મોઘો ખેલાડી હતો તેને ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપક ચહર IPL 2022ની છેલ્લી કેટલીક મેચોમાં ભાગ લેશે. જો તે સંપૂર્ણ રીતે ફિટ નહી થાય તો તે આઇપીએલ 2022 ગુમાવી શકે છે.
26મી માર્ચે શરૂ થશે IPL
ઈન્ડિયન પ્રીમિયર લીગ 26 માર્ચથી મુંબઈમાં શરૂ થશે અને લીગની ફાઈનલ 29 મેના રોજ રમાશે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે ગુરુવારે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું હતું કે, IPL 26 માર્ચ શનિવારથી શરૂ થશે.
મુંબઈમાં 55 મેચ રમાશે, પ્લે-ઓફ અંગે હજુ કોઈ નિર્ણય નથી
IPL 2022 લીગ તબક્કામાં, 55 મેચ મુંબઈમાં અને 15 પુણેમાં રમાશે. લીગની તમામ મેચો ચાર સ્ટેડિયમમાં રમાશે. 20 મેચ વાનખેડે સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં, 15 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં અને 15 મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જોકે, પ્લે-ઓફ મેચો વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
IPl 2022 Suresh Raina: આઈપીએલ હરાજીમાં કોઈએ ન ખરીદેલો આ સ્ટાર ભારતીય ખેલાડી ગુજરાત ટાઈટન્સ તરફથી રમશે ? ધોનીનો છે ખાસ
i-Khedut : ગુજરાત સરકાર ખેડૂતોને આ ખેતીલક્ષી સાધનો ખરીદવા આપી રહી છે સહાય, આજે જ કરો અરજી