નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન પહેલા તમામ ફ્રેન્ચાઈઝી ટીમોએ મેગા ઓક્શનમાં ભાગ લેવાની છે. 2022માં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આમાંથી 2 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે 8 ટીમો એવી છે જેઓ પહેલેથી જ રમી રહી છે. ટૂર્નામેન્ટનો હિસ્સો રહી ચુકેલી તમામ ટીમોને તેમના કોઈપણ ચાર ખેલાડીને જાળવી રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સે તે ચાર ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ટીમના તમામ રિટેન કરાયેલા ખેલાડીઓના નામ 30 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.


છેલ્લી સતત બે સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર દિલ્હીની ટીમે કેપ્ટન ઋષભ પંત સહિત પોતાના ચાર મહત્વના ખેલાડીઓને ટીમ સાથે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. નિયમિત સુકાની શ્રેયસ ઐયર ઈજાના કારણે બહાર થઈ ગયા બાદ IPLની 14મી સિઝનમાં પંતને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના બીજા તબક્કામાં પરત ફર્યા પછી પણ, ફ્રેન્ચાઇઝી ટીમ મેનેજમેન્ટ દ્વારા પંતને કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો.






સુકાની પંત ઉપરાંત ટીમે જે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે તેમાં ઓપનર પૃથ્વી શો, ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નારખિયા છે. આનો અર્થ એ થયો કે ઐય્યર, અનુભવી ઓપનર શિખર ધવન, સ્પિનર ​​આર અશ્વિન અને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાને પણ ટીમે હરાજી માટે છોડ્યા હતા.


IND vs NZ Test: શ્રેયસ અય્યરે ડેબ્યૂ મેચમાં જ ન્યૂઝીલેન્ડના બોલરોને ધોઈ નાંખ્યા, બનાવ્યો આ ખાસ રેકોર્ડ