નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં છેલ્લા કેટલાક સમયથી આઇપીએલ લીગ ધૂમ મચાવી રહી છે, આ લીગમાં પાકિસ્તાની સિવાય દુનિયાના તમામ દેશો રમવા માટે આવે છે. બીસીસીઆઇએ વર્ષ 2022ની આઇપીએલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમાં બે નવી ટીમો અમદાવાદ અને લખનઉ જોડાઇ છે. હવે અમદાવાદ અને લખનઉની ટીમે સ્ટાર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરી દીધો છે. જાણો કયા કયા છે આ લિસ્ટમાં ખેલાડીઓ...........
 
આ વર્ષ પહેલીવાર આઇપીએલ રમનારી અમદાવાદની ટીમમાં ગુજરાતી ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર પર પૈસાનો વરસાદ થયો છે. આ છે હાર્દિક પંડ્યા. અમદાવાદની ટીમ ત્રણ સ્ટાર ખેલાડીઓને પોતાની ટીમમાં પહેલાથી જ એન્ટ્રી કરાવી લીધી છે. 


આ લિસ્ટમાં પહેલા નંબર પર છે હાર્દિક પંડ્યા, હાર્દિક પંડ્યાને અમદાવાદની ટીમે 15 કરોડ રૂપિયાની રકમથી ખરીદ્યો છે. બીજા નંબર પર અમદાવાદે 15 કરોડ રૂપિયા ખર્ચ કરીને સ્ટાર સ્પિનર રાશિદ ખાનને ટીમમાં લીધો છે. આ ઉપરાંત ત્રીજી જગ્યા માટે તેમને યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ખાસ વાત છે કે, આ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનુ સિલેક્શન થઇ ચૂક્યુ છે. 


અમદાવાદની ટીમ
હાર્દિક પંડ્યા- 15 કરોડ રૂપિયા
રાશિદ ખાન- 15 કરોડ રૂપિયા
શુભમન ગીલ- 8 કરોડ રૂપિયા


ક્યારે થશે આઇપીએલ ઓક્શન-
ખરેખરમાં નવી તારીખો સામે આવી છે, આઇપીએલ મેગા ઓક્શન 7-8 ફેબ્રુઆરીએ નહીં પરંતુ હવે 11, 12, અને 13 ફેબ્રુઆરીએ થવાની છે. 


 


આ પણ વાંચો........


India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ


ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત


ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?


રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?


35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું