Sourav Ganguly on Virat Kohli:  છેલ્લા દિવસોમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે સાઉથ આફ્રિકાના પ્રવાસ અગાઉ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી વિરાટ કોહલીને કારણ બતાવો નોટિસ મોકલવા માંગતા હતા. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રવાના થતા અગાઉ વિરાટ કોહલીએ કેપ્ટનના રૂપમાં પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી જેના પર વિવાદ થયો હતો. વિરાટે પ્રેસ કોન્ફ્રરન્સમાં જે દાવાઓ કર્યા હતા જેને લઇને સૌરવ ગાંગુલી વિરાટને કારણ બતાવો નોટિસ મોકલવા માંગતા હતા.હવે સૌરવ ગાંગુલીએ આ રિપોર્ટ પર પોતાનું મૌન તોડ્યું છે. ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ વાસ્તવમાં વિરાટને શો કોઝ નોટિસ મોકલવા માંગતા હતા. જેના પર તેમણે કહ્યું કે આ બધુ ખોટું છે.


વાસ્તવમાં છેલ્લા બે મહિનાથી ભારતીય ક્રિકેટમાં બધુ યોગ્ય ચાલી રહ્યુ નથી. અગાઉ રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા તો બાદમાં બોર્ડ અને કોહલી વચ્ચે મતભેદ સામે આવ્યા હતા. આ બધાની શરૂઆત ટી-20 વર્લ્ડકપથી થઇ હતી.વાસ્તવમાં કોહલીએ ટી-20ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી ત્યારબાદ સૌરવ ગાંગુલીએ દાવો કર્યો હતો કે તેણે કોહલીને આમ ન કરવા કહ્યુ હતુ પરંતુ કોહલીએ આ દાવાને ખોટો ગણાવ્યો હતો. બાદમાં કોહલીને વન-ડેના કેપ્ટન પદેથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. આ પાછળ તર્ક આપવામાં આવ્યો છે સિમિત ઓવર્સના ક્રિકેટમાં એક જ કેપ્ટન બોર્ડ ઇચ્છે છે.


નોંધનીય છે કે ટી-20 વર્લ્ડકપ અગાઉ કોહલીએ ટી-20ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. બાદમાં ગાંગુલીએ નિવેદન આપ્યું હતું કે તેમણે પર્સનલી વિરાટને કેપ્ટનશીપ ન છોડવા કહ્યુ હતુ. જોકે બાદમાં કોહલીએ દાવો કર્યો હતો કે કોઇએ તેને કેપ્ટનશીપ ન છોડવાની વાત કરી નથી. પરંતુ પસંદગીકારો અને અન્ય લોકોએ તેના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.


Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....


 


Punjab BJP Candidates List 2022: ભાજપે પંજાબમાં ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ


 


કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે આ ત્રણ પ્લાન, મળશે ફાસ્ટ સ્પીડની સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ, જાણો..........


iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........