IPL 2023: આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. હકિકતમાં ગુજરાત ટાઇટન્સ સામે ગાંધીનગર કોમર્શિયલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ભારત સરકારની કોપીરાઇટ સોસાયટીએ આ દાવો કર્યો છે. આઈપીએલ મેચ દરમિયાન બ્રેક વચ્ચે વગાડવામાં આવતા બે ગુજરાતી ગીતોને લઈને દાવો કરવામાં આવ્યો છે.


 



બંન્ને ગીતોના કોપીરાઈટનો ભંગ કરીને મેચમાં ગીતો વગાડવામાં આવતા હતા. વિવિધ નોટિસો બાદ પણ ગુજરાત ટાઇટન્સ અને ડીએનએ એન્ટરટેનમેન્ટ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ તરફથી ગીતો વગાડવાનું બંધ ન થતા કોમર્શિયલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કોર્ટના સમન્સ બાદ પ્રતિવાદીઓએ કોર્ટમાં હાજર થઈ ખાતરી આપી છે. હવે આઈપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સની મેચમાં બ્રેક દરમિયાન આ બે ગુજરાતી ગીતો નહિ વગાડવામાં આવે તેવી કોર્ટને ખાતરી અપાઈ છે. "હેલો મારો સાંભળો" અને "મારા પાલવનો"... આ બે ગીતો આઈપીએલ મેચમાં કોપીરાઈટનો ભંગ કરીને નહીં વગાડી શકાય.


રવિન્દ્ર જાડેજાના IPLમાં પર્ફોમન્સને લઇને રિવાબા જાડેજાએ કહ્યું કે,


:રવિન્દ્ર જાડેજાનું  IPLમાં શાનદાર પ્રદર્શન અને  જીતને લઈ રિવાબાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, " હું મારા પતિને સપોર્ટ કરીશ "ચેન્નાઇ સુપર કિંગ ફાઇનલમાં આવી છે,જાડેજાનું પ્રદર્શન ખુબ સારું છે.હું અમદાવાદ ફાઇનલ મેચ જોવા જઈશ.તેમણે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે, “હું જ્યારે મેચ જોવા નથી જતી ત્યારે મને મારા આજુબાજુ વાળા પૂછે છે કે તમે અહીંયા કેમ છો, રવિન્દ્રને સપોર્ટ કરવા માટે IPLમાં જાઓ”


ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ક્વોલિફાયરમાં જીતથી ખુશ જોવા મળ્યો ધોની, આગામી સીઝનને લઇને આપી હિંટ


IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં ચેન્નઈએ 15 રનથી જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ગુજરાતની ટીમ 20 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેચ જીત્યા બાદ ઘણો ખુશ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે આગામી સીઝન વિશે પણ મોટી હિંટ આપી હતી.


ધોનીએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે પહેલા 8 ટીમો હતી, હવે 10 છે. હું એમ નહીં કહું કે આ વધુ એક ફાઈનલ છે. બે મહિનાની મહેનત છે. દરેકે સહયોગ આપ્યો છે. હા, મિડલ ઓર્ડરને પૂરતી તકો મળી નથી. ગુજરાત એક સારી ટીમ છે અને તેઓએ સારો પીછો કર્યો છે. પરંતુ ટોસ હારવો સારું રહ્યું હતું.