IPL Auction Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની હરાજી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 23 ડિસેમ્બરે કોચીમાં તેનું આયોજન થવાનું છે. આ વખતે IPLની હરાજીમાં ઘણા મોટા ખેલાડીઓની બોલી લાગશે. આ યાદીમાં કેન વિલિયમસન, જો રૂટ, સેમ કુરાન, બેન સ્ટોક્સ જેવા ખેલાડીઓના નામ સામેલ છે. આગામી IPLની હરાજી પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કુલ 85 ખેલાડીઓને છૂટા કરવામાં આવ્યા છે.
23 ડિસેમ્બરે હરાજી થશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન માટે 23 ડિસેમ્બરે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. IPLની આ હરાજી કોચીમાં થશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ફ્રેન્ચાઈઝીની સાથે સાથે ઘણા ખેલાડીઓ પણ આઈપીએલની હરાજી માટે ખૂબ ઉત્સુક છે. આ વખતે ટીમો ઘણા સ્ટાર ખેલાડીઓ પર મોટી બોલી લગાવી શકે છે. જો કે, તમને જણાવી દઈએ કે તમામ ફ્રેન્ચાઇઝીએ BCCI પાસે IPLની હરાજીની તારીખ લંબાવવાની માંગ કરી હતી. પરંતુ બીસીસીઆઈએ તારીખ લંબાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
વિલિયમસન, સ્ટોક્સ જેવા મોટા ખેલાડીઓ બોલી લગાવશે
સેમ કરણથી લઈને બેન સ્ટોક્સ, કેન વિલિયમસન, એલેક્સ હેલ્સ, આદિલ રાશિદ, કેમેરોન ગ્રીન અને તમામ મોટા ખેલાડીઓ IPL 2023ની પ્રથમ મીની હરાજીમાં ભાગ લેશે. આ વખતે મીની હરાજી ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે. જોવાનું રહેશે કે કઈ ટીમ કયા ખેલાડી પર સટ્ટો લગાવે છે.નોંધપાત્ર છે કે, મિની ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઈઝીઓએ કુલ 163 ખેલાડીઓને રિટેન કર્યા છે. તે જ સમયે, કુલ 85 ખેલાડીઓને મુક્ત કરવામાં આવ્યા છે.
બધી ટીમો પાસે કેટલા પૈસા છે
સનરાઇઝર્સ હૈદરાબાદ - રૂ. 42.25 કરોડ
પંજાબ કિંગ્સ - રૂ. 32.2 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ – રૂ. 23.35 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 20.55 કરોડ
ચેન્નાઈ સુપર કિંગ્સ - રૂ. 20.45 કરોડ
દિલ્હી કેપિટલ્સ - રૂ. 19.45 કરોડ
ગુજરાત ટાઇટન્સ - રૂ. 19.25 કરોડ
રાજસ્થાન રોયલ્સ - રૂ. 13.2 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ 8.75 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ - રૂ. 7.05 કરોડ