CSK vs DC: ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રને હરાવ્યું
CSK vs DC Live Score Update: IPL 2023 ની 55મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રને હરાવ્યું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીના ખેલાડીઓ માત્ર 140 રન જ બનાવી શક્યા હતા. ચેન્નાઈ તરફથી ધોનીએ 9 બોલમાં 20 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 25 રન અને ઋતુરાજ ગાયકવાડે 24 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ તરફથી મતિશા પથિરાનાએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે દીપક ચહરે 2 વિકેટ લીધી હતી. દિલ્હી તરફથી રિલે રુસોએ 35 રનનું યોગદાન આપ્યું હતું.
દિલ્હી કેપિટલ્સે 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 4 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે. રિપલ પટેલે 9 બોલમાં 4 રન બનાવ્યા છે. દિલ્હીની જીત મુશ્કેલ બની ગઈ છે. તેને 24 બોલમાં 71 રનની જરૂર છે.
દિલ્હી કેપિટલ્સે 8 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 72 બોલમાં 113 રનની જરૂર છે. મનીષ પાંડે 14 રને અને રુસો 17 રને રમી રહ્યા છે. આ બંને વચ્ચે 30 રનની ભાગીદારી થઈ છે.
દિલ્હી કેપિટલ્સની બીજી વિકેટ પડી. ફિલિપ સોલ્ટ 11 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. દીપક ચહરે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. દિલ્હીએ 2.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા.
ડેવિડ વોર્નર અને ફિલિપ સોલ્ટ દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન વોર્નર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. હવે મિચેલ માર્શ બેટિંગ કરવા આવ્યો છે. દિલ્હીએ 2.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 13 રન બનાવી લીધા છે.
મેચમાં ધોનીના નેતૃત્વવાળી સીએસકેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો. સીએસકેએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યા હતા. CSK તરફથી શિવમ દુબેએ 12 બોલમાં 25 રન, ધોનીએ 9 બોલમાં 20રન બનાવ્યા હતા. ચેન્નઈની ઈનિંગ દરમિયાન અજિંક્ય રહાણે 20 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી વિકેટ શિવમ દુબેના રૂપમાં પડી. તે 12 બોલમાં 3 છગ્ગાની મદદથી 25 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિશેલ માર્શનો શિકાર બનાવ્યો હતો. ચેન્નાઈએ 14.4 ઓવરમાં 115 રન બનાવ્યા છે. રાયડુ સાથે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે 10 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 66 રન બનાવ્યા હતા. ટીમની ત્રીજી વિકેટ મોઈન અલીના રૂપમાં પડી હતી. તે 12 બોલમાં 7 રન બનાવીને કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સની બીજી વિકેટ પડી. ઋતુરાજ ગાયકવાડ 18 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. અક્ષરે મેચમાં બીજી વિકેટ લીધી હતી. ચેન્નાઈએ 6.1 ઓવરમાં 49 રન બનાવ્યા હતા. રહાણે 10 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. હવે મોઈન અલી બેટિંગ માટે આવ્યો છે
બીજી ઓવર દિલ્હી માટે મોંઘી સાબિત થઈ હતી. આ ઓવરમાં ચેન્નાઈએ 16 રન ભેગા કર્યા હતા. ઋતુરાજે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તે 9 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. કોનવે 1 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિચેલ માર્શ, રિલી રોસોયુ, અક્ષર પટેલ, અમન ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ અને ઈશાંત શર્મા.
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, દીપક ચહર, મથિશા પથિરાના, તુષાર દેશપાંડે અને મહિશ થિક્સાના.
બ્રેકગ્રાઉન્ડ
CSK vs DC : IPL 2023 ની 55મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ રસપ્રદ બની શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ટીમ ચેન્નાઈએ આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે દિલ્હી છેલ્લા સ્થાને છે. આ મેચ માટે ચેન્નાઈ અને દિલ્હીની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -