પંજાબે મુંબઈને રોમાંચક મેચમાં 13 રને હરાવ્યું, અર્શદીપ સિંહની ઘાતક બોલિંગ

MI vs PBKS Live Score: IPL 2023 ની 31મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

gujarati.abplive.com Last Updated: 22 Apr 2023 11:37 PM
પંજાબે મુંબઈને રોમાંચક મેચમાં 13 રને હરાવ્યું

પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 13 રને હરાવ્યું હતું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈના ખેલાડીઓ 20 ઓવરમાં 201 રન જ બનાવી શક્યા હતા. અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં માત્ર 2 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 57 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીને 67 રનની ઇનિંગ રમી હતી. ટિમ ડેવિડે અણનમ 25 રન બનાવ્યા હતા. જોકે આ તમામ ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહોતી. પંજાબ તરફથી અર્શદીપે કુલ 4 વિકેટ ઝડપી હતી.

સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારી

સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 24 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈને જીતવા માટે 19 બોલમાં 46 રનની જરૂર છે.

મુંબઈએ 13 ઓવરમાં 118 રન બનાવ્યા

મુંબઈએ 13 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા હતા. ગ્રીન 43 રન બનાવીને અને સૂર્યા 27 રન બનાવીને રમી રહ્યો છે.

મુંબઈનો સ્કોર 100 રનને પાર

મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો હતો. ટીમે 12 ઓવરમાં 109 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. ગ્રીને 42 રન બનાવ્યા છે. મુંબઈને જીતવા માટે 48 બોલમાં 106 રનની જરૂર છે.

રોહિત શર્મા આઉટ

રોહિત શર્મા 27 બોલમાં 44 રન કરી આઉટ થયો છે. મુંબઈએ 9.3 ઓવરમાં બે વિકેટે 84 રન બનાવ્યા છે.

મુંબઈએ 6 ઓવરમાં 54 રન બનાવ્યા

મુંબઈ ઈન્ડિયન્સે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 18 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. કેમરૂન ગ્રીને 14 બોલમાં 24 રન બનાવ્યા છે. પંજાબ તરફથી અર્શદીપ સિંહે એકમાત્ર વિકેટ લીધી હતી.

મુંબઈને પહેલો ફટકો ઈશાન કિશનના રૂપમાં લાગ્યો

મુંબઈ ઈન્ડિયન્સને ઈનિંગની બીજી ઓવરમાં પહેલો ફટકો ઈશાન કિશનના રૂપમાં લાગ્યો હતો, જે 1 રન બનાવીને અર્શદીપ સિંહના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. હવે કેમેરોન ગ્રીન રોહિત શર્માને સપોર્ટ કરવા મેદાનમાં ઉતર્યો છે.

પંજાબે મુંબઈને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો, સેમ કર્રનની તોફાની બેટિંગ


પંજાબે મુંબઈને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ વતી સેમ કર્રને તોફાની બેટિંગ કરી હતી. સેમએ 29 બોલમાં 55 રન બનાવ્યા હતા.

પંજાબે 15 ઓવરમાં 118 રન બનાવ્યા હતા

પંજાબ કિંગ્સે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા હતા. હરપ્રીત સિંહ 16 રન બનાવીને રમી રહ્યો છે. સેમ કરને 15 બોલમાં 17 રન બનાવ્યા છે.

પંજાબે 10 ઓવરમાં 83 રન બનાવ્યા

પંજાબ કિંગ્સે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા હતા. હરપ્રીત સિંહ ભાટિયા 1 રન બનાવીને રમી રહ્યો છે. સેમ કરન હજુ ખાતું ખોલાવી શક્યો નથી. મુંબઈ તરફથી પિયુષ ચાવલાએ 2 વિકેટ લીધી હતી. ગ્રીન અને અર્જુને એક-એક વિકેટ લીધી છે.

પંજાબને બીજો ફટકો

પંજાબ કિંગ્સની બીજી વિકેટ પડી. પ્રભસિમરન સિંહ 17 ​​બોલમાં 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અર્જુન તેંડુલકરે તેને શિકાર બનાવ્યો હતો. અર્જુનની આઈપીએલ કારકિર્દીની આ બીજી વિકેટ છે. પંજાબે 7 ઓવર બાદ 70 રન બનાવ્યા હતા. અથર્વ 28 રન બનાવીને રમી રહ્યો છે. લિવિંગસ્ટોને 1 રન બનાવ્યો છે.

પંજાબે 5 ઓવરમાં 46 રન બનાવ્યા હતા

પંજાબ કિંગ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 46 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહ 13 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 સિક્સર ફટકારી છે. અથર્વ તાયડે 7 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 1 સિક્સ ફટકારી છે.

પંજાબે 3 ઓવરમાં 20 રન બનાવ્યા

પંજાબ કિંગ્સે 3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહ 6 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે. અથર્વ તાયડે 1 રન બનાવીને રમી રહ્યો છે.

પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11

સેમ કુરન (કેપ્ટન), અથર્વ તાયડે, પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), હરપ્રીત સિંહ ભાટિયા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, તિલક વર્મા, અર્જુન તેંડુલકર, રિતિક શોકીન, જોફ્રા આર્ચર, પીયુષ ચાવલા અને જેસન બેહરનડોર્ફ.

બ્રેકગ્રાઉન્ડ

MI vs PBKS Live Score Update IPL 2023 31th Match: IPL 2023ની 31મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં પંજાબને જોરદાર ટક્કર આપતી જોવા મળી શકે છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમે અત્યાર સુધી રમાયેલી 5માંથી 3 મેચ જીતી છે. જ્યારે પંજાબે 6માંથી 3 મેચ રમી છે. છેલ્લી મેચમાં મુંબઈનો વિજય થયો હતો. તેથી તે જીતનો સિલસિલો ચાલુ રાખવા માંગશે. પંજાબને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.