IPL 2023 Prize Money And Award Details: IPLની 16મી સિઝનની પ્લેઓફ મેચની શરૂઆત પછી, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ક્વોલિફાયર 1 જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે એલિમિનેટર મેચ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ (MI), 26 મેના રોજ બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમશે. આ સીઝનના વિજેતાની સાથે રનર અપને પણ કરોડો રૂપિયાની ઈનામી રકમ મળશે. આ ઉપરાંત ઓરેન્જ કેપ વિજેતા અને પર્પલ કેપ વિજેતા ખેલાડીઓને પણ એવોર્ડ સાથે લાખો રૂપિયા આપવામાં આવશે.


ફાફ ડુ પ્લેસિસ આ સિઝનમાં ઓરેન્જ કેપની યાદીમાં હજુ પણ આગળ


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આ સિઝનમાં ઓરેન્જ કેપની યાદીમાં હજુ પણ આગળ છે. પરંતુ ગુજરાત ટાઇટન્સ ટીમનો બેટ્સમેન શુભમન ગિલ તેને મુંબઈ સામેના બીજા ક્વોલિફાયરમાં પાછળ છોડી શકે છે. ફાફના હાલમાં 730 રન છે, જ્યારે ગિલે અત્યાર સુધીમાં 722 રન બનાવ્યા છે. આવો એક નજર કરીએ આ સિઝનમાં કયો એવોર્ડ, કેટલી ઈનામી રકમ આપવામાં આવશે.


IPL વિજેતા ટીમને કેટલી ઈનામી રકમ મળશે?


આઈપીએલની આ સિઝનમાં વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા આપવામાં આવશે.


ફાઈનલ મેચમાં હારનાર ટીમને કેટલી ઈનામી રકમ મળશે?


આ સીઝનની ફાઈનલ મેચમાં હારનો સામનો કરી રહેલી ટીમને ઈનામી રકમ તરીકે 13 કરોડ રૂપિયા આપવામાં આવશે.


ઓરેન્જ કેપ વિજેતા ખેલાડીને કેટલી ઈનામી રકમ મળશે?


આ સિઝનમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવશે.


પર્પલ કેપ વિજેતાને કેટલી ઈનામી રકમ મળશે?


આ સિઝનમાં પર્પલ કેપ જીતનાર ખેલાડી સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને છે, તેને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવશે.


સુપર સ્ટ્રાઈકર એવોર્ડ જીતનાર ખેલાડીની ઈનામી રકમ?


આ સિઝનમાં સુપર સ્ટ્રાઈક એવોર્ડ જીતનાર બેટ્સમેનને ઈનામી રકમ તરીકે 15 લાખ રૂપિયા આપવામાં આવશે.


ઇમર્જિંગ પ્લેયર પ્લેયરને કેટલી ઈનામી રકમ મળશે?


1 એપ્રિલ 1995 પછી જન્મેલા અને 5 થી વધુ ટેસ્ટ તેમજ 20 થી ઓછી ODI ના રમી રહેલા ખેલાડીઓનો આ એવોર્ડ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તે ખેલાડીએ IPLમાં પણ 25થી ઓછી મેચ રમી હશે. આ સિઝનમાં ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ જીતનાર ખેલાડીને 20 લાખ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે.