RCB vs RR, IPL 2023: રોમાંચક મેચમાં બેંગ્લોરે રાજસ્થાનને 7 રનથી હરાવ્યું, હર્ષલ પટેલની 3 વિકેટ

IPL 2023, Match 32, RCB vs RR: રાજસ્થાન રોયલ્સ અને RCB વચ્ચે રમાનારી મેચના લાઇવ અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

gujarati.abplive.com Last Updated: 23 Apr 2023 07:33 PM
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7 રને જીત્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની રાજસ્થાન સામે 7 રને જીત થઈ છે. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે 3 વિકેટ લીધી હતી.

રાજસ્થાનને જીતવા માટે 61 રનની જરૂર

રાજસ્થાન રોયલ્સે 16 ઓવરમાં 129 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 24 બોલમાં 61 રનની જરૂર છે. ધ્રુવ 2 રન બનાવીને રમી રહ્યો છે. હેટમાયર પણ 2 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

રાજસ્થાનની ત્રીજી વિકેટ પડી

રાજસ્થાન રોયલ્સની ત્રીજી વિકેટ પડી. યશસ્વી જયસ્વાલ 37 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ટીમને જીતવા માટે 38 બોલમાં 82 રનની જરૂર છે.

રાજસ્થાનને બીજો ફટકો

રાજસ્થાન રોયલ્સની બીજી વિકેટ પડી. દેવદત્ત પડિક્કલ અડધી સદીની ઇનિંગ બાદ આઉટ થયો હતો. તેણે 34 બોલમાં 52 રન બનાવ્યા છે. રાજસ્થાનને જીતવા માટે 50 બોલમાં 91 રનની જરૂર છે. હવે કેપ્ટન સંજુ સેમસન બેટિંગ કરવા આવ્યો છે.

રાજસ્થાને 8 ઓવરમાં 71 રન બનાવ્યા

રાજસ્થાન રોયલ્સે 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 71 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 40 રન બનાવીને રમી રહ્યો છે. દેવદત્ત પડિક્કલ 31 રન બનાવીને રમી રહ્યો છે.

રાજસ્થાનનો સ્કોર 4 ઓવર પછી 23 રન

રાજસ્થાન રોયલ્સે 4 ઓવરના અંતે 1 વિકેટના નુકસાને 23 રન બનાવી લીધા છે. આ સમયે યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડીકલ બેટિંગ કરી રહ્યા છે.

રાજસ્થાનને પહેલો ઝટકો લાગ્યો

190 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમને 1ના સ્કોર પર પહેલો ફટકો જોસ બટલરના રૂપમાં લાગ્યો હતો જે ખાતું ખોલાવ્યા વગર જ મોહમ્મદ સિરાજના હાથે બોલ્ડ થયો હતો.

બેંગ્લોરે રાજસ્થાનને 190 રનનો ટાર્ગેટ આપ્યો

બેંગ્લોરે રાજસ્થાનને 190 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાન તરફથી ડુપ્લેસીએ 62 રન અને મેક્સવેલે 77 રનનું યોગદાન આપ્યું હતું. 

આરસીબીએ 16 ઓવરમાં 162 રન બનાવ્યા

આરસીબીએ 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા છે. મહિપાલ લોમરોર 8 રન બનાવીને રમી રહ્યો છે. દિનેશ કાર્તિક 2 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.

આરસીબીની ત્રીજી વિકેટ પડી

આરસીબીને મોટો ઝટકો લાગ્યો છે. ફાફ ડુ પ્લેસિસ 39 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ડુપ્લેસીસને યશસ્વી જયસ્વાલે રન આઉટ કર્યો હતો. ટીમે 13.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા.

બેંગ્લૉરનો સ્કૉર 100 રનને પાર

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમનો સ્કૉર 100 રનને પાર થઇ ગયો છે. 10 ઓવરના અંતે 2 વિકેટના નુકશાને આરસીબીનો સ્કૉર 101 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ 44 રન અને ગ્લેન મેક્સવેલ 53 રન બનાવીને રમી રહ્યાં છે. 

આરસીબીએ 8 ઓવરમાં 78 રન બનાવ્યા હતા

આરસીબીએ 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા હતા. મેક્સવેલ 42 રન બનાવીને રમી રહ્યો છે. ડુપ્લેસિસે 33 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 66 રનની ભાગીદારી થઈ છે.

આરસીબીએ 6 ઓવરમાં 62 રન બનાવ્યા

આરસીબીએ 6 ઓવરમાં 62 રન બનાવ્યા છે. ડુપ્લેસી 26 અને મેક્સવેલ 31 રને બેટિંગ કરી રહ્યા છે.

બેંગ્લોરને બીજો ઝટકો લાગ્યો

બેંગ્લોરની બીજી વિકેટ પડી. શાહબાઝ અહેમદ 2 રન બનાવીને આઉટ થયો હતો. બોલ્ટે તેને શિકાર બનાવ્યો હતો. આરસીબીએ 3.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 22 રન બનાવ્યા હતા.

RCBને પહેલો ફટકો, કોહલી શૂન્ય પર આઉટ

વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન કોહલી પહેલા જ બોલ પર આઉટ થયો હતો. તેને ટ્રેન્ટ બોલ્ટે શિકાર બનાવ્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ-11

ફાફ ડુ પ્લેસીસ, વિરાટ કોહલી(કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ડેવિડ વિલી, વાનિન્દુ હસરંગા, મોહમ્મદ સિરાજ, સુયશ પ્રભુદેસાઈ, વિજયકુમાર વૈશાક

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ-11

જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન(w/c), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

બ્રેકગ્રાઉન્ડ

RCB vs RR, IPL 2023:  ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16માં રવિવારે ડબલ હેડર મેચો રમાવાની છે. પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો RCB સાથે થશે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ પ્રથમ સ્થાને છે અને તે નંબર વનનું સ્થાન જાળવી રાખવા માટે RCB સામે જીત મેળવવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, RCB માટે અત્યાર સુધીની સિઝન મિશ્ર રહી હતી. જો કે, જો RCB રાજસ્થાન રોયલ્સ સામે જીત મેળવવામાં સફળ થાય છે, તો તે ટોપ 5માં પ્રવેશ મેળવી શકશે. આવી સ્થિતિમાં આરસીબીની પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની શક્યતાઓ વધી જશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.