Shardul Thakur: કોલકાતા નાઈટ રાઈડર્સના  કેપ્ટન શ્રેયસ ઐયર ઈજા બાદ ટીમની કેપ્ટનશીપ કોણ કરશે તેની ચર્ચા હાલમાં ચાલી રહી છે. ચર્ચા થઈ રહી છે કે શ્રેયસની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ટીમની કેપ્ટનશીપની રેસમાં તે સૌથી આગળ છે. જો કે સુનીલ નારાયણને સુકાનીપદની જવાબદારી સોંપવામાં આવી શકે છે તેવી ચર્ચા છે. પરંતુ શાર્દુલના નામ પર સર્વસંમતિ બનવાની વધુ આશા છે. ગત સિઝનમાં શાર્દુલ દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. IPL 2023ની મીની હરાજી પહેલા KKRએ તેને ટ્રેડ દ્વારા ટીમમાં સામેલ કર્યો હતો.


શાર્દુલ કેપ્ટન બની શકે છે


ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા એક સૂત્રએ કહ્યું,  એક-બે દિવસમાં કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝન માટે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરશે. આ દરમિયાન એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં ટીમના માલિક શાહરૂખ ખાન સિવાય દુનિયાના ઘણા પોપ સ્ટાર્સ સામેલ થશે. સૂત્રે વધુમાં કહ્યું કે,  ફ્રેન્ચાઇઝી શાર્દુલ ઠાકુરને કેપ્ટન બનાવવા માંગે છે. કારણ કે તેનાથી ભારતીય ખેલાડીઓ સાથે વાતચીતમાં સુધારો થશે. હવે જોવાનું એ રહેશે કે શાર્દુલ અને સુનિલ નરિનમાંથી કોને જવાબદારી મળશે.


શ્રેયસ આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે


શ્રેયસ અય્યર હજુ સુધી આખી IPL 2023 સીઝનમાંથી સત્તાવાર રીતે બહાર નથી થયો. તેની પીઠમાં તકલીફ છે અને તે તેના ઘરે આયુર્વેદિક સારવાર લઈ રહ્યા છે. શ્રેયસને ઓપરેશન  કરવાનો મૂડ  નથી. શ્રેયસનું માનવું છે કે જો તેની પીઠનું ઓપરેશન થશે તો તે લગભગ 5-6 મહિના ક્રિકેટથી દૂર રહેશે. આ સ્થિતિમાં તેના માટે આઈપીએલ સહિત 2023ના વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ બની જશે. હાલ તબીબોએ તેમને આરામની સલાહ આપી છે. જો શ્રેયસ આ રીતે ફિટ થઈ જશે તો તે અડધી સિઝન પછી આઈપીએલ 2023માં રમી શકશે. બીજી તરફ જો તેની પીઠની સર્જરી થશે તો તે આખી સિઝનમાંથી બહાર થઈ જશે.   


MI vs DC Final:  મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, WPLનો પ્રથમ ખિતાબ પોતાના નામે કર્યો 


મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ઈતિહાસ રચતા  WPLનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું અને ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈએ 19.3 ઓવરમાં 132 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો જેમાં નેટ સિવર-બ્રન્ટે અણનમ 60 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીતે 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.


મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું ટાઈટલ જીતી લીધું છે. હરમનપ્રીત કૌરની ટીમને ફાઇનલમાં જીતવા માટે 132 રનનો ટાર્ગેટ મળ્યો હતો. નેટ સીવર બ્રન્ટની શાનદાર બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે 19.3 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.