LSG vs CSK: લખનૌએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, રાહુલની તોફાની બેટિંગ
LSG vs CSK Live Score, IPL 2024: આજે લખનૌ અને ચેન્નાઈ વચ્ચે એકાના સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલે 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. ડી કોકે 43 બોલમાં 54 રન બનાવ્યા હતા. પુરન 23 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્ટોઇનિસ 8 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન ચેન્નાઈ તરફથી મુસ્તફિઝુર રહેમાન અને પથિરાનાને 1-1 વિકેટ મળી હતી.
લખનૌને જીતવા માટે 24 બોલમાં 31 રનની જરૂર છે. ટીમે 16 ઓવરમાં 146 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 77 રન બનાવીને રમી રહ્યો છે. નિકોલસ પુરન 8 રન બનાવીને રમી રહ્યો છે.
કેએલ રાહુલ તેની અડધી સદીની નજીક છે. તે 46 રન બનાવીને રમી રહ્યો છે. ડી કોક 34 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌએ 9મી ઓવરમાં 9 રન બનાવ્યા હતા. ટીમે કોઈપણ નુકસાન વિના 84 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 93 રનની જરૂર છે.
લખનૌની ઈનિંગમાં 5 ઓવર થઈ ગઈ છે અને હજુ સુધી એક પણ વિકેટ પડી નથી. તે CSK માટે મુશ્કેલ હોઈ શકે છે. લખનૌએ 5 ઓવરમાં 43 રન બનાવ્યા હતા. ડી કોક 18 રન બનાવીને રમી રહ્યો છે. રાહુલ 23 રન બનાવીને રમી રહ્યો છે.
ચૈન્નાઈએ લખનઉને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચૈન્નાઈ તરફથી જાડેજાએ 57 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ધોની 9 બોલમાં 28 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. લખનઉ તરફથી કૃણાલ પંડ્યાને બે વિકેટ મળી હતી.
રવિન્દ્ર જાડેજા 29 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે. મોઈન અલી 7 રન બનાવીને રમી રહ્યો છે. CSKએ 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા છે. લખનૌ તરફથી બોલિંગ કરતી વખતે રવિ બિશ્નોઈએ 3 ઓવરમાં 25 રન આપ્યા હતા.
ચેન્નાઈ સુપર કિંગ્સ બેક ફૂટ પર છે. તેની ચોથી વિકેટ પડી. શિવમ દુબે 8 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. શિવમ માર્કસ સ્ટોઇનિસનો શિકાર બન્યો હતો. હવે સમીર રિઝવી બેટિંગ કરવા આવ્યો છે. ચેન્નાઈએ 11.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 87 રન બનાવી લીધા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે 50 રનનો આંકડો પાર કરી લીધો છે. ટીમે 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 51 રન બનાવી લીધા છે. અજિંક્ય રહાણે 16 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજા 8 રન બનાવીને રમી રહ્યો છે.
ચેન્નાઈની ઈનિંગની 5 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 2 વિકેટ ગુમાવીને 42 રન બનાવી લીધા છે. રહાણે 24 રન બનાવીને રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજા 1 રન બનાવીને રમી રહ્યો છે.
મોહસીન ખાને આવતાની સાથે જ સ્ટમ્પ ઉખાડી નાખ્યા હતા. રચિન રવિન્દ્ર પહેલા જ બોલ પર આઉટ થયો હતો. આ રીતે ચેન્નાઈની પ્રથમ વિકેટ પડી. ચેન્નાઈએ 1.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 4 રન બનાવ્યા છે. રચિન રવિન્દ્ર શૂન્ય રને આઉટ થયો હતો.
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન અને મથિશા પથિરાના.
કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન અને યશ ઠાકુર.
લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. લખનૌએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે.
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, સમીર રિઝવી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દૂલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડે.
ઈમ્પેક્ટ પ્લેયર: મથિશ પથિરાના.
કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, શમર જોસેફ અને મોહસીન ખાન.
ઈમ્પેક્ટ પ્લેયર: પ્રેરક માંકડ.
બ્રેકગ્રાઉન્ડ
LSG vs CSK Score Live Updates: IPL 2024 ની 34મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ચેન્નાઈએ આ સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. ટીમે 6માંથી 4 મેચ જીતી છે. જ્યારે લખનૌએ 6માંથી 3 મેચ જીતી છે. લખનૌને છેલ્લી બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટીમ ચેન્નાઈ સામે મેદાનમાં ઉતરશે. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.
આ મેચ લખનૌ અને ચેન્નાઈ વચ્ચે એકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર આ સિઝનમાં અત્યાર સુધી કોઈ ટીમનો સ્કોર 200 રનને પાર નથી કરી શક્યો. તેથી, આ મેચમાં પણ વધુ સ્કોર થવાની આશા ઓછી છે. મયંક યાદવ લખનૌ પરત ફરી શકે છે. તે ઈજાના કારણે બહાર છે. મયંકે અત્યાર સુધી ઘાતક બોલિંગ કરી છે. જો મયંક પાછો ફરે છે તો ચેન્નાઈ માટે સારા સમાચાર નહીં હોય.
ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમ ચેન્નાઈ માટે લખનૌમાં જીત મેળવવી આસાન નહીં હોય. જો કે, પથિરાના અને તુષાર દેશપાંડે લખનૌ માટે મુશ્કેલીઓ વધારી શકે છે. CSK આ બંને ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. પથિરાનાએ અત્યાર સુધી અદભૂત પ્રદર્શન કર્યું છે. રચિન રવિન્દ્ર અને ઋતુરાજ CSK માટે ઓપનિંગ કરી શકે છે. છેલ્લી મેચમાં રહાણેને ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -