LSG vs PBKS: લખનૌએ પંજાબને 21 રનથી હરાવ્યું, મયંકે 3 વિકેટ લીધી

Lucknow Super Giants vs Punjab Kings LIVE: આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 30 Mar 2024 11:35 PM
લખનૌએ પંજાબને 21 રનથી હરાવ્યું

LSG vs PBKS: લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ 30 માર્ચે અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌએ પ્રથમ રમત રમીને 199 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ હાંસલ કરવામાં ક્વિન્ટન ડી કોકના ફિફ્ટી, નિકોલસ પૂરનના 21 બોલમાં 42 રન અને કૃણાલ પંડ્યાના 22 બોલમાં 43 રનનો આ લક્ષ્યાંક હાંસલ કરવામાં મહત્ત્વનો ફાળો રહ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા આવેલી પંજાબ કિંગ્સની ટીમને શાનદાર શરૂઆત મળી હતી, પરંતુ ઇનિંગ્સની છેલ્લી 10 ઓવરમાં સતત વિકેટ પડવાના કારણે પંજાબ 21 રનથી મેચ હારી ગયું હતું.

પંજાબને પહેલો ફટકો, બેયરસ્ટો આઉટ

લખનૌ તરફથી મયંક યાદવે પ્રથમ વિકેટ ઝડપી હતી. તેણે ડેબ્યૂ મેચમાં જ વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સનો જોની બેરસ્ટો 42 રન બનાવીને આઉટ થયો હતો. 29 બોલનો સામનો કરીને તેણે 3 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.

ધવન-બેયરસ્ટો વચ્ચે સારી ભાગીદારી

પંજાબ કિંગ્સની ઈનિંગની 5 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે કોઈપણ નુકસાન વિના 45 રન બનાવ્યા છે. શિખર ધવન 20 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. બેયરસ્ટો 19 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌની ટીમ ફરી એકવાર મોહસીનને બોલિંગ આક્રમણમાં લાવી છે.

લખનૌએ પંજાબને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો

લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. લખનૌ માટે કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડી કોક અને નિકોલસ પૂરને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ 22 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પુરણે 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. ડી કોકે અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા.

લખનૌનો સ્કોર 150 રનને પાર

લખનૌનો સ્કોર 150 રનને પાર કરી ગયો છે. ટીમે 16 ઓવર બાદ 5 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યા 4 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે.  આયુષ 5 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. આ ઓવરમાં પંજાબ તરફથી કાગિસો રબાડાને પણ એક વિકેટ મળી હતી.

લખનૌને ચોથો ફટકો, ડીકોક આઉટ

લખનઉની ચોથી વિકેટ પડી. ક્વિન્ટન ડી કોક અડધી સદી બાદ આઉટ થયો હતો. તેણે 38 બોલનો સામનો કરીને 54 રન બનાવ્યા હતા. ડી કોકની આ ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સ સામેલ હતી. અર્શદીપ સિંહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પંજાબ તરફથી બીજી વિકેટ અર્શદીપે લીધી હતી.

લખનૌને ત્રીજો ફટકો, સ્ટોઈનિસ આઉટ

લખનઉની ત્રીજી વિકેટ પડી. રાહુલ ચહરે માર્કસ સ્ટોઈનિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તે 12 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટોઇનિસે 2 સિક્સર ફટકારી હતી. લખનૌએ 8.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા હતા. ડી કોક 34 રન બનાવીને રમી રહ્યો છે. હવે નિકોલસ પુરન તેને સપોર્ટ કરવા પહોંચ્યો છે.

સેમ કરને દેવદત્ત પડિકલને આઉટ કર્યો

કરનને પડિકલને શિકાર બનાવ્યો હતો. સેમ કરનની ઓવરના પહેલા જ બોલ પર પડીક્કલ કેચ આઉટ થયો હતો. શિખર ધવને કોઈપણ ભૂલ વગર કેચ લીધો હતો. દેવદત્ત પડિક્કલ 6 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો.

લખનૌને પહેલો ફટકો લાગ્યો, રાહુલ આઉટ

કેએલ રાહુલ 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. અર્શદીપ સિંહે રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હવે દેવદત્ત પડિકલ બેટિંગ કરવા આવ્યો છે. લખનૌએ 4 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 35 રન બનાવ્યા હતા.

પંજાબની પ્લેઈંગ ઈલેવન

શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

લખનૌની પ્લેઇંગ ઇલેવન

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, આયુષ બદોની, નિકોલસ પૂરન (કેપ્ટન), માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, મણિમારન સિદ્ધાર્થ.

લખનઉએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ કિંગ્સના ખેલાડીઓ ફિલ્ડીંગ માટે પહેલા મેદાનમાં ઉતરશે. લખનૌની કપ્તાની નિકોલસ પુરન કરી રહ્યા છે. તેણે કહ્યું કે કેએલ રાહુલ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે.


 





પંજાબ કિંગ્સ સંભવિત પ્લેઈંગ ઈલેવન

શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંઘ/અર્શદીપ સિંહ (ઈમ્પેક્ટ પ્લેયર), લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કગિસો રબાડા અને રાહુલ ચહર.

લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કેએલ રાહુલ (કેપ્ટન), દેવદત્ત પડિકલ/યશ ઠાકુર (ઈમ્પેક્ટ પ્લેયર), આયુષ બદોની, દીપક હુડા, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનીસ, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન અને નવીન ઉલ હક.

લખનૌમાં આજે હવામાનની પેટર્ન કેવી રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે લખનૌનું તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે, લખનઉમાં જેમ જેમ રાત વધશે તેમ ઠંડી વધી શકે છે. તાપમાન 27 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ 40 ટકા રહેવાની ધારણા છે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે કે વરસાદની કોઈ શક્યતા નથી. તમને જણાવી દઈએ કે લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

બ્રેકગ્રાઉન્ડ

Lucknow Super Giants vs Punjab Kings LIVE: IPL 2024 ની 11મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. લખનઉએ આ સિઝનમાં તેની પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી. જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબે આ સમયગાળા દરમિયાન બે મેચ રમી હતી અને એકમાં જીત મેળવી હતી. પંજાબ અને લખનૌની ટીમો આ સિઝનમાં પ્રથમ વખત એકબીજાનો સામનો કરશે. કેએલ રાહુલ આ મેચમાં કમાલ કરી શકે છે. છેલ્લી મેચમાં તેણે જોરદાર બેટિંગ કરી હતી. શિખર ધવનની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.


 





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.