MI vs SRH Live Score: સૂર્યાની સદીની મદદથી મુંબઈએ હૈદારબાદને હરાવ્યું

IPL 2024 MI vs SRH LIVE Score: મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 06 May 2024 11:16 PM
મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, સૂર્યાની સદી

MI vs SRH: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે અણનમ સદી ફટકારી હતી.


 





મુંબઈને જીતવા માટે 25 રનની જરૂર

મુંબઈને જીતવા માટે 25 રનની જરૂર છે. ટીમે 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા છે. તિલક વર્મા 34 રન બનાવીને રમી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ 81 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 118 રનની ભાગીદારી થઈ હતી.

મુંબઈએ 10 ઓવરમાં 84 રન બનાવ્યા

મુંબઈને જીતવા માટે 60 બોલમાં 90 રનની જરૂર છે. ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા છે. સૂર્યા 33 રન બનાવીને રમી રહ્યો છે. તિલક 19 રન બનાવીને રમી રહ્યો છે.

મુંબઈને ત્રીજો ફટકો, નમન શૂન્ય પર આઉટ

મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી. નમન ધીર શૂન્ય રને આઉટ થયો હતો. ભુવનેશ્વર કુમારે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મુંબઈએ 4.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 31 રન બનાવી લીધા છે.

મુંબઈએ 3 ઓવરમાં 31 રન બનાવ્યા

મુંબઈ ઈન્ડિયન્સે 3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 31 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 4 રન બનાવીને રમી રહ્યો છે. નમન ધીર હજુ સુધી ખાતું ખોલાવી શક્યો નથી. ટીમને જીતવા માટે 143 રનની જરૂર છે.

હૈદરાબાદે મુંબઈને જીતવા માટે 174  રનનો ટાર્ગેટ આપ્યો

હૈદરાબાદે મુંબઈને જીતવા માટે 174  રનનો ટાર્ગેટ આપ્યો છે. હૈદરાબાદ તરફથી હેડે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. જ્યારે મુંબઈ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ  3 અને ચાવલાએ પણ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કંમ્બોજ,બુમરાહને એક એક વિકેટ મળી હતી 


 





હૈદરાબાદે 15 ઓવરમાં 120 રન બનાવ્યા

હૈદરાબાદે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા છે. શાહબાઝ 10 રન બનાવીને રમી રહ્યો છે. જેનસન 16 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈ તરફથી પીયૂષ ચાવલાએ 2 વિકેટ ઝડપી છે. કંબોજ, બુમરાહ અને પંડ્યાને 1-1 વિકેટ મળી છે.

હૈદરાબાદને પાંચમો ફટકો, ક્લાસેન આઉટ

હૈદરાબાદની પાંચમી વિકેટ પડી. ક્લાસેન 2 રન બનાવીને આઉટ થયો હતો. પીયૂષ ચાવલાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમે 12.1 ઓવરમાં 96 રન બનાવી લીધા છે.

હૈદરાબાદને બીજો ફટકો, મયંક 5 રન બનાવીને આઉટ

સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી. મયંક અગ્રવાલ 5 રન બનાવીને આઉટ થયો હતો. અંશુલ કંબોજે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હૈદરાબાદે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 71 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ 45 રન બનાવીને રમી રહ્યો છે. નીતિશ રેડ્ડી 3 રન બનાવીને રમી રહ્યો છે.

હૈદરાબાદના 32 રન

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રીત બુમરાહે ચોથી ઓવર ફેંકી. તેણે આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. હૈદરાબાદે 32 રન બનાવ્યા છે. અભિષેક 11 રન બનાવીને રમી રહ્યો છે. ટ્રેવિસ હેડ 16 રન બનાવીને રમી રહ્યો છે.

2 ઓવર બાદ 21 રન

હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ સિક્સર ફટકારી હતી. તે 8 રન બનાવીને રમી રહ્યો છે. હેડ 9 રન બનાવીને રમી રહ્યો છે. ટીમે 2 ઓવર બાદ 21 રન બનાવી લીધા છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11

 પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો યાન્સેન, ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ-11

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, અંશુલ કંબોજ, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ અને નુવાન તુષારા.

મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી


મુંબઈ ઈન્ડિયન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે. MIમાં ફાસ્ટ બોલર અંશુલ કંબોજને ડેબ્યૂ કેપ મળી છે. જ્યારે SRHમાંથી મયંક અગ્રવાલ પરત ફર્યો છે.




 


બ્રેકગ્રાઉન્ડ

IPL 2024 MI vs SRH LIVE Score:  IPL 2024 ની 55મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. મુંબઈ અને હૈદરાબાદ વચ્ચેની આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટમાં મુંબઈનું અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. આ પહેલા હૈદરાબાદે મુંબઈને 31 રને હરાવ્યું હતું. આ સ્પર્ધા પણ તેના માટે આસાન નહીં હોય. ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.