IPL 2024 RR vs LSG: રાજસ્થાને લખનૌને 20 રને હરાવી જીત સાથે કરી આઈપીએલની શરુઆત

IPL 2024 RR vs LSG LIVE Score Updates: જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

gujarati.abplive.com Last Updated: 24 Mar 2024 07:43 PM
રાજસ્થાને લખનૌને 20 રને હરાવ્યું

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ 24 માર્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 193 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમે શરૂઆતમાં વધુ વિકેટ ગુમાવી હતી, જેના કારણે તે માત્ર 173 રન બનાવી શકી હતી. મેચમાં સંજુ સેમસને 52 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 3 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. રિયાન પરાગ પણ મેચનો હીરો રહ્યો હતો જેણે 29 બોલમાં 43 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ અને નિકોલસ પૂરન વચ્ચે 85 રનની ભાગીદારીએ મેચને રોમાંચક બનાવી દીધી હતી. કેએલ રાહુલે 44 બોલમાં 58 રન અને નિકોલસ પુરને 41 બોલમાં 64 રન બનાવ્યા હતા. પુરન અંત સુધી ક્રિઝ પર રહ્યો, પરંતુ સંદીપ શર્મા અને આવેશ ખાનની ધારદાર બોલિંગે રાજસ્થાનનો વિજય સુનિશ્ચિત કર્યો. આ મેચમાં રાજસ્થાને લખનૌને 20 રને હરાવ્યું છે.

ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં 20 રન આવ્યા

13 ઓવર પછી લખનૌનો સ્કોર 4 વિકેટે 122 રન છે. નિકોલસ પૂરને ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રાહુલ 33 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો છે. પુરનનો સ્કોર 19 બોલમાં 34 રન છે.

લખનૌ સ્કોર 102/4

અશ્વિને 12મી ઓવર નાખી હતી. આ ઓવર પછી લખનૌનો સ્કોર 4 વિકેટે 102 રન છે. કેએલ રાહુલ હાલમાં 32 બોલમાં 46 રન બનાવીને રમતમાં છે. નિકોલસ પૂરનનો સ્કોર હાલમાં 14 બોલમાં 15 રન છે.

લખનઉની ચોથી વિકેટ પડી, દીપક હુડા આઉટ

લખનૌએ 8મી ઓવરમાં 60ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. દીપક હુડ્ડા 13 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. હવે કેએલ રાહુલ અને નિકોલસ પુરન ક્રિઝ પર છે.

લખનૌનો સ્કોર 10-1

2 ઓવર પછી લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર એક વિકેટે 10 રન છે. કેએલ રાહુલ અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. આ પહેલા ક્વિટાન્ડન ડી કોક ચાર રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

રાજસ્થાને લખનૌને 194 રનનો ટાર્ગેટ આપ્યો

રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 193 રન બનાવ્યા હતા. કેપ્ટન સંજુ સેમસન 52 બોલમાં 82 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેના બેટમાંથી 3 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. આ સિવાય રિયાન પરાગે 29 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી એક ફોર અને 3 સિક્સર આવી હતી. અંતે ધ્રુવ જુરેલ 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.


 





રાજસ્થાનનો સ્કોર 119/2

13 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર બે વિકેટે 119 રન છે. સંજુ સેમસન 34 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે રિયાન પરાગ 23 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. તેના બેટમાંથી બે સિક્સર નીકળી છે. બંને વચ્ચે 70 રનની ભાગીદારી થઈ છે.

9મી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી

યશ ઠાકુરે 9મી ઓવર નાખી. આ ઓવરમાં 3 સિક્સર સહિત કુલ 21 રન આવ્યા હતા. રિયાન પરાગે એક સિક્સર અને પછી સંજુ સેમસને બે સિક્સર ફટકારી હતી. 9 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 2 વિકેટે 84 રન છે. સેમસન 33 રને અને પરાગ 15 રને રમી રહ્યા છે.

રાજસ્થાનની પ્રથમ વિકેટ પડી, બટલર આઉટ

13ના કુલ સ્કોર પર રાજસ્થાન રોયલ્સે બીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. નવીન ઉલ હકે પહેલા પાંચ બોલમાં 10 રન આપ્યા અને પછી છેલ્લા બોલ પર જોસ બટલરને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. બટલર 9 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો.

લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, નવીન ઉલ હક, યશ ઠાકુર.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ.

સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં છે. મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે લખનૌની ટીમ પહેલા બોલિંગ કરશે.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2024 RR vs LSG LIVE Score Updates: IPL 2024 ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ જયપુરમાં રમાશે. સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાનની ટીમ ઘણી મજબૂત છે. તેની પાસે યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર જેવા ખેલાડીઓ છે. લખનૌ પણ પૂરી તાકાત સાથે સ્પર્ધા કરવા તૈયાર છે. રાજસ્થાન આ મેચની પ્લેઈંગ ઈલેવન માટે યશસ્વીની સાથે શિમરોન હેટમાયરને પણ તક આપી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.