RR vs PBKS: પંજાબે રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું

IPL 2024 RR vs PBKS LIVE Score: અહીં તમને રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 15 May 2024 11:34 PM
પંજાબે રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું હતું

ગુવાહાટીમાં રમાયેલી IPL 2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરીને 144 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 8 ઓવરમાં માત્ર 48 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે રાજસ્થાન આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ સેમ કરેને 41 બોલમાં 63 રનની અણનમ ઈનિંગ રમીને મેચ પોતાના તરફ કરી દીધી. પંજાબે સાત બોલમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો હતો. રાજસ્થાનની આ સતત ચોથી હાર છે.

પંજાબ કિંગ્સનો સ્કોર 15 ઓવરમાં 4 વિકેટે 103 રન

જીતેશ શર્મા અને સેમ કરેને 42 બોલમાં 55 રનની ભાગીદારી કરીને મેચની દીશા બદલી દીધી છે. પંજાબ કિંગ્સનો સ્કોર 15 ઓવરમાં 4 વિકેટે 103 રન છે. પંજાબને હવે 30 બોલમાં જીતવા માટે માત્ર 42 રન બનાવવાના છે. સેમ કરન 30 બોલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 39 રન બનાવી રહ્યો છે. જ્યારે જીતેશ શર્મા 19 બોલમાં બે છગ્ગા સાથે 22 રન બનાવીને રમતમાં છે.

ચહલે બેયરસ્ટોને પેવેલિયન મોકલ્યો

યુઝવેન્દ્ર ચહલે આઠમી ઓવરના છેલ્લા બોલ પર પંજાબ કિંગ્સને ચોથો ઝટકો આપ્યો હતો. તેની છેલ્લી મેચમાં બેયરસ્ટો 22 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. રાજસ્થાને શાનદાર વાપસી કરી છે.

પંજાબનો સ્કોર 35/1

માત્ર 4 ઓવરમાં પંજાબ કિંગ્સનો સ્કોર એક વિકેટે 35 રન પર પહોંચી ગયો છે. સંદીપ શર્માની આ ઓવરમાં કુલ 9 રન આવ્યા હતા. રિલી રોસો 12 બોલમાં 22 રન અને જોની બેરસ્ટો આઠ બોલમાં સાત રન બનાવીને રમતમાં છે. પંજાબને હવે જીતવા માટે 96 બોલમાં માત્ર 110 રન બનાવવાના છે.

રાજસ્થાને પંજાબને 145 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2024ની 65મી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં માત્ર 144 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી રિયાન પરાગે 34 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય રવિચંદ્રન અશ્વિને 19એ 28 રન બનાવ્યા હતા. આ બે સિવાય રોયલ્સના એકપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નથી. પંજાબ કિંગ્સ તરફથી સેમ કરન, હર્ષલ પટેલ અને રાહુલ ચહરે બે-બે વિકેટ લીધી હતી. હર્ષલ પટેલ પાસે હવે પર્પલ કેપ છે.

રોવમેન પોવેલ પણ પેવેલિયન પરત ફર્યો

રાજસ્થાન રોયલ્સે 15મી ઓવરમાં 102 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. રોવમેન પોવેલ પાંચ બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાનનો સ્કોર 15 ઓવરમાં 6 વિકેટે 103 રન છે. રિયાન પરાગ 20 બોલમાં 28 રન બનાવીને રમતમાં છે. ડોનોવન ફરેરિયા પણ ત્રણ બોલમાં એક રન પર છે.

રાજસ્થાનનો સ્કોર 58-3

10 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 3 વિકેટે 58 રન છે. રિયાન પરાગ 8 બોલમાં 8 રન અને રવિચંદ્રન અશ્વિન 10 બોલમાં એક ફોર સાથે 10 રન પર છે. અત્યાર સુધી પંજાબના બોલરોએ રાજસ્થાનના બેટ્સમેનોને બાંધી રાખ્યા છે.

4 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર એક વિકેટે 31 રન

અર્શદીપ સિંહે ચોથી ઓવર ફેંકી. સેમસને આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. 4 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર એક વિકેટે 31 રન છે. ટોમ કોહલર-કેડમોર 10 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 11 રન બનાવીને રમતમાં છે. સંજુ સેમસન 10 બોલમાં 3 ફોરની મદદથી 16 રન બનાવી રહ્યો છે.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ, જોની બેરસ્ટો, રિલે રોસો, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરન (કેપ્ટન), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, નાથન એલિસ, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, આવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ.

રાજસ્થાન રોયલ્સે ટોસ જીત્યો

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોસ બટલર હવે ઈંગ્લેન્ડ પરત ફર્યો છે. તેના સ્થાને ટોમ કોહલર કેડમોરને તક મળી છે. આ દરમિયાન પંજાબની ટીમમાં કાગીસો રબાડાની જગ્યાએ નાથન એલિસ આવ્યો છે. લિયામ લિવિંગસ્ટોન પણ ટીમનો ભાગ નથી.

બ્રેકગ્રાઉન્ડ

Rajasthan Royals vs Punjab Kings:  IPL 2024માં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુવાહાટીમાં રમાશે. રાજસ્થાનની ટીમ હવે તેના સ્ટાર બેટ્સમેન જોસ બટલર વિના મેદાનમાં ઉતરશે. રાજસ્થાનની ટીમ ભલે પ્લેઓફમાં પહોંચી ગઈ હોય, પરંતુ ટોપ-2માં રહેવા માટે તેને કોઈપણ ભોગે જીતવું પડશે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આ તેમના માટે વિશ્વસનીયતાની લડાઈ છે.


એક તરફ રાજસ્થાન પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે તો બીજી તરફ પંજાબની ટીમ બહાર થઈ ગઈ છે. જો કે પંજાબ માટે આ પોતાની પ્રતિષ્ઠા બચાવવાની લડાઈ છે. આ મેચ પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલ અધવચ્ચે છોડીને પોતાના દેશ પરત ફર્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.