IPL 2025 Mega Auction: આઈપીએલ 2025 પહેલા યોજાનાર મેગા ઓક્શનમાં મોટા ફેરફારો જોવા મળશે. ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાવા જઈ રહી છે. આ લીસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી રોહિત શર્મા, લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને વિકેટ કિપર રિષભ પંતનું નામ પણ સામેલ થઈ શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આ હરાજીમાં મોટો ખેલ પાડવામાં આવી શકે છે. સીએસકે આ ત્રણેય ખેલાડીઓને કોઈપણ કિંમતે પોતાની સાથે લાવવા ઈચ્છશે. પરંતુ ફ્રેન્ચાઇઝી કોને રિલીઝ કરે છે તે જોવાનું રહે છે. રિલીઝ અથવા રીટેન્શન અંગે કોઈ સત્તાવાર માહિતી જાણવા મળી નથી.
લખનૌની ટીમ તેના કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરી શકે છે. જો કે, ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ગોએન્કા ગત સિઝનમાં ટીમના પ્રદર્શનથી નિરાશ થયા હતા. તેથી શક્ય છે કે રાહુલને સુકાનીપદેથી હટાવી દેવામાં આવી શકે છે. જો રાહુલ રિલીઝ થાય છે તો CSK હરાજીમાં દાવ લગાવી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની બાદ ચેન્નાઈને એક ધાકડ વિકેટકીપર બેટ્સમેનની જરુર પડશે. જો કે હાલમાં રુતુરાજ ગાયકવાડ ટીમની જવાબદારી સંભાળી રહ્યા છે.
રિષભ પંત
તો બીજી તરફ દિલ્હી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને રિલીઝ કરી શકે છે. જો તેને રિલીઝ કરવામાં આવશે તો સીએસ કે હરાજીમાં દાવ લગાવી શકે છે. ટીમ ધોની બાદ મજબૂત વિકેટકીપર બેટ્સમેનની શોધમાં રહેશે. રાહુલની સાથે પંત પણ એક સારો વિકલ્પ બની શકે છે. રિષભ પંત યુવાન છે અને તેણે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ પણ છે.
રોહિત શર્મા
જો કે, આ વખતે રોહિત શર્માની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. રોહિત શર્માને જાણ કર્યા વિના મુંબઈ ઈન્ડિયન્સે તેને કેપ્ટનશિપપદેથી હટાવી દીધો હતો. જેના કારણે હવે તે ટીમ છોડી શકે છે. રોહિત શર્મા પણ તેનાથી ખુશ નહોતો. જો રોહિત હરાજીમાં આવે છે તો તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે. દરેક ટીમ રોહિત શર્માને ખરીદવા માંગે છે. CSK પણ આ યાદીમાં હોઈ શકે છે.
આ પણ વાંચો...