Yuzvendra Chahal 5 Wickets Against Derbyshire: ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફરી એકવાર ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં પોતાની ક્ષમતા બતાવી છે. IPL મેગા ઓક્શન 2025 પહેલા અને ટીમ ઈન્ડિયામાંથી બહાર હોવાના કારણે યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટી ક્રિકેટમાં નોર્થમ્પટનશાયર તરફથી રમી રહ્યો છે. નોર્થમ્પટનશાયર તરફથી રમતા, ચહલે ડર્બીશાયર સામે શાનદાર બોલિંગ કરી અને એકલા હાથે અડધી ટીમને પેવેલિયનમાં મોકલી દીધી.
ડર્બીશાયરના બેટ્સમેનો ચહલ સામે ટકી શક્યા ન હતા
યુઝવેન્દ્ર ચહલે કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 2માં ડર્બીશાયર સામે નોર્થમ્પટનશાયર માટે શાનદાર બોલિંગ કરી અને પાંચ વિકેટ લીધી. આ પ્રદર્શન સાથે ચહલે ફરી એકવાર તેની સ્પિન કુશળતા બતાવી, જેના કારણે નોર્થમ્પટનશાયરએ કાઉન્ટી મેચમાં શાનદાર વાપસી કરી. યુઝવેન્દ્ર ચહલે ડર્બીશાયર સામે પ્રથમ દાવમાં 16.3 ઓવર ફેંકી હતી. જેમાં તેણે 2.73ની ઈકોનોમી સાથે 45 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયામાં સ્થાન ગુમાવ્યા બાદ કાઉન્ટીમાં શાનદાર વાપસી
T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થયા બાદ પણ યુઝવેન્દ્ર ચહલને આખી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. જોકે ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું, પરંતુ ચહલ બેન્ચ પર બેઠો રહ્યો હતો. આ પછી તેને ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામેની ટી-20 સીરીઝમાં પણ ટીમમાં જગ્યા મળી ન હતી.
ભારત માટે સૌથી વધુ T20 વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલે 79 મેચમાં 96 વિકેટ લીધી છે, પરંતુ તે હજુ સુધી કોઈપણ T20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શક્યો નથી. ચહલે ભારત માટે તેની છેલ્લી મેચ ઓગસ્ટ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી, જેમાં તેણે 4 ઓવરમાં 51 રન આપ્યા હતા અને કોઈ વિકેટ લીધી ન હતી.
ચહલ આઇપીએલ ઓક્શન માટે તૈયાર
IPL 2024 માં, યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સ માટે 15 મેચમાં 18 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. કાઉન્ટીમાં ચહલના આ શાનદાર પ્રદર્શને ફરી એકવાર સાબિત કર્યું કે તે ફોર્મમાં પાછો ફર્યો છે અને આગામી IPL 2025 મેગા ઓક્શનમાં તેની માંગ વધી શકે છે.
આ પણ વાંચો:Photos: ભારત-ઓસ્ટ્રેલિયા કે આફ્રિકા, આમાંથી કઈ ટીમના કેપ્ટનની પત્ની સૌથી સુંદર છે?