ચેન્નઈ સુપર કિંગ્સે પુજારા સિવાય ઈંગ્લેન્ડના સ્પિનર ઓલરાઉન્ડર મોઈન અલીને પણ સાત કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ભારતના અનકેપ્ડ સ્પિન ઓલરાઉન્ડર ગૌતમને ચેન્નઈએ 9.25 કરોડની મોટી બોલી લગાવી ટીમમાં સામેલ કર્યો છે.
આઈપીએલ 2021ની હરાજી અત્યાર સુધી બોલરોના નામે રહી છે. કાઈલ જૈમીસન, રિચર્ડસન, રાઈલી મેરીડિથ અને ક્રિસ મોરિસ અત્યાર સુધીમાં ખૂબ મોટી રકમાં વેચાયા છે. મોરિસને રાજસ્થાને 16.25 કરોડમાં ખરીદ્યો, રિચર્ડસનને પંજાબ કિંગ્સે 14 કરોડમાં, રાઈલી મેરીડિથને પંજાબ કિંગ્સે 8 કરોડમાં ખરીદ્યો છે.