IPL 2021 Auction: આઈપીએલ 2021ના ઓક્શનમાં ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. ઘણા એવા ખેલાડીઓ રહ્યા જેમને પોતાની બેસ પ્રાઈઝ કરતા ખૂબ વધારે પૈસા મળ્યા છે. આવો જાણીએ વધુ રકમ આપી કયાં ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે.


ક્રિસ મોરિસ-16 કરોડ

સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. રાજસ્થાને મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો છે. આ પહેલા યુવરાજ સિંહ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો(16 કરોડ) ખેલાડી હતો.

કાઈલ જેમિસન-15 કરોડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 સીઝન માટે ગુરુવારે ખેલાડીઓની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલર કાઈલ જેમિસનને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કાઈલ જેમિસન બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

ગ્લેન મેક્સવેલ- 14.25

આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. મેક્સવેલ ગઈ સિઝનમાં કઈ કમાલ કરી શક્યો નહોતો અને ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું હતું.
રિચર્ડસન- 14 કરોડ

પંજાબે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રિચર્ડસનને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 24 વર્ષના આ બોલરે અત્યાર સુધી આઈપીએલનો ભાગ નથી લીધો. રિચર્ડસનની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. ઓસ્ટ્રેલિયા માટે રમતો આ ખેલાડી બિગ બેશ લીગમાં પર્થ સ્કોર્ચર્સ માટે રમે છે. હાલમાં જ સમાપ્ત થયેલી બિગ બેશ લીગમાં રિચર્ડસન સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. તેણે આ લીગમાં 17 મેચમાં 29 વિકેટ ઝડપી હતી.