IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચેન્નઈમાં શરૂ થઈ ગઈ છે. પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 24 વર્ષીય આ બોલરે અત્યાર સુધી આઈપીએલમાં ભાગ લીધો નથી. રિચર્ડર્સનની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.

રિચર્ડર્સને બિગ બેશ લીગ 2021 (BBL 2021) સીઝનમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા, 16.31ની એવરેજથી તેણે 29 વિકેટ ઝડપી હતી. બીબીએલમાં પોર્થ સ્કોર્ચર્સ તરફથી રમ્યો હતો. તેણે બિગ બેશ લીગમાં સૌથી વધુ વિકેટ લીધી હતી.



ઓસ્ટ્રેલિયાના આ યુવા ખેલાડીએ ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાં માત્ર 19 વર્ષે ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે બે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ રમ્યો છે. જેમાં 6 વિકેટ લીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા માટે 13 વનડે રમી છે. જેમાં 24 વિકેટ લીધી હતી. ટી20 કેરિયરમાં રિચર્ડસને 9 મેચમાં 9 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ટેસ્ટમાં 45 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.