IPL Auctions 2022: IPL 2022 માટે ખેલાડીઓની હરાજી બેંગ્લોરમાં યોજાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાન આ હરાજીમાં ભાગ લઈ રહ્યો નથી. તેની ટીમ ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી.આજે યોજાઈ રહેલી હરાજીમાં આર્યન ખાન અને સુહાના ખાને તેમના પિતા શાહરૂખ ખાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ડ્રગ્સ કેસ બાદ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પ્રથમ વખત આ રીતે જાહેરમાં જોવા મળ્યો હતો.


ઇવેન્ટની તસવીરો IPLના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે, જેમાં આર્યન ખાન અને સુહાના ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સાથે જોઈ શકાય છે. શાહરૂખ ખાન IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. આર્યનની જેમ જુહી ચાવલાની પુત્રી જ્હાનવી પણ તેની માતાનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી હતી.


23 વર્ષીય આર્યન ખાનની ગયા વર્ષે ઓક્ટોબરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા કથિત ડ્રગ બસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. NCB દ્વારા ક્રુઝ શિપ પાર્ટી પર ડ્રગના દરોડા પાડવાના કલાકો પછી, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આર્યન લગભગ ત્રણ અઠવાડિયાથી મુંબઈની આર્થર રોડ જેલમાં હતો. આ ઘટના બાદ આર્યન કોઈ જાહેર ઈવેન્ટ કે વેન્યુમાં જોવા મળ્યો ન હતો, પરંતુ તે આઈપીએલ 2022ની હરાજીમાં દેખાઈ રહ્યો છે. તેણે હરાજી પહેલાની બ્રીફિંગમાં પણ ભાગ લીધો હતો.






આ પણ વાંચોઃ 


IPL Auction 2022: RCB એ આ ગુજરાતી ખેલાડીને ટીમમાં લેવા કેટલા કરોડ ખર્ચ્યા ? કોહલીનો છે માનીતો


IPL Auction 2022: ટીમ ઈન્ડિયાના આ ઘાતક ખેલાડીને ગુજરાત ટાઈટન્સે કર્યો કરારબદ્ધ, જાણો કેટલા કરોડ ખર્ચ્યા


વેસ્ટ ઈન્ડિઝ સામે અંતિમ વન ડેમાં શાનદાર દેખાવ કરનારો આ ભારતીય ખેલાડી 12.25 કરોડમાં વેચાયો, જાણો કઈ ટીમે લીધો