IPL Auction 2022 News: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો આજે બેંગ્લોરમાં પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે. આઇપીએલની આઠ ફ્રેન્ચાઈઝીઓની સાથે ગુજરાત ટાઈટન્સ અને લખનઉની નવી ટીમોની થિંક ટેન્ક હરાજીમાં ભાગ લેઈ રહી છે.
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકીબ અલ હસને ખરીદવામાં એક પણ ફ્રેન્ચાઇઝીએ રસ દર્શાવ્યો નથી. તે આઈપીએલમાં 73 મેચ રમી ચુક્યો છે.
>
સૌથી પહેલા કોની બોલી લાગી
મેગા ઓક્શનમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર મનાતા શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિનની સૌથી પહેલાં બોલી લાગી હતી. આ પૈકી શિખ ધવનને પંજાબ કિંગ્સે 8 કરોડ 25 લાખમાં ખરીદ્યો હતો જ્યારે અશ્વિન 5 કરોડ રૂપિયા સાથે રાજસ્થાન રોયલ ટીમનો હિસ્સો બન્યા હતો. જો કે દક્ષિણ આફ્રિકાનો કગિસો રબાડા 9025 કરોડ રૂપિયામાં ગયો હતો. રબાડાને પણ પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો.
આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા
હરાજીમાં પ્રથમ દિવસે 10 માર્કી પ્લેયર્સ અને 151 અન્ય પ્લેયર્સ હરાજીમાં મુકાશે. ખેલાડીઓને તેમના કૌશલ્ય પ્રમાણે અલગ-અલગ સેટમાં ગોઠવવામાં આવ્યા છે. માર્કી પ્લેયર્સના સેટની સાથે અન્ય 62 ખેલાડીઓનો સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. આ ખેલાડીઓને બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર, વિકેટકિપર વગેરે જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
છેલ્લે ક્યારે યોજાઈ હતી આઈપીએલ ઓક્શન
આઈપીએલમાં છેલ્લી વાર મેગા ઓક્શન 2018માં થઈ ત્યારે હરાજીમાં 8 ટીમે ભાગ લીધો હતો. આ વખતે 10 ટીમ હરાજીમાં ભાગ લઈ રહી છે. બોર્ડની પહેલી યાદીમાં 590 ખેલાડી હતા પણ હરાજી પહેલાં 10 વધુ ખેલાડીઓ ઉમેરવામાં આવતાં હવે 590 ખેલાડી નહીં, પરંતુ 600 ખેલાડી હરાજીમાં ભાગ લેશે.