IPL Auction 2022: આઈપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે, જ્યારે ટી20 ક્રિકેટના સ્ટાર કહેવાતા કેટલાક ખેલાડીને ખરીદવામાં કોઈએ રસ દાખવ્યો નથી. અંડર-19 ટીમના ખેલાડીઓ પણ હરાજીમાં સામેલ થયા છે.


અંડર-19 ટીમનો કેપ્ટન યશ ધૂલે કેટલામાં વેચાયો


ભારતને તાજેતરમાં અંડર-19 વર્લ્ડકપ વિજેતા બનાવનારો કેપ્ટન યશ ધૂલે 50 લાખમાં વેચાયો છે. દિલ્હી કેપિટલ્સે તેને કરાર બદ્ધ કર્યો છે. યશ ધૂલેની કેપ્ટનશિપમાં ભારત પાંચમી વખત અંડર-19 વર્લ્ડકપ વિજેતા બન્યું હતું.




બીજા દિવસે આ ખેલાડીઓને ન મળ્યા કોઈ ખરીદદાર



  • માર્નસ લાબુશેન

  • ઈઓન મોર્ગન

  • સૌરભ તિવારી

  • ડેવિડ મલાન

  • એરોન ફિંચ

  • ચેતેશ્વર પુજારા

  • જેમ્સ નિશામ

  • ઈશાંત શર્મા

  • ક્રિસ જોર્ડન

  • લુંગી એનગિડી

  • શેડ્રોલ કોટ્રેલ

  • કુલ્ટર નાઈલ

  • તારબેઝ શમ્સી

  • કાઇસ અહમદ (અફઘાનિસ્તાન)


IPLમાં ઇગ્લેન્ડનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો લિયામ લિવિંગસ્ટોન


IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. મેગા ઓક્શનના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી હતી. જો કે અંતે પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.