દુબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સનો 14 રને પરાજય થયો. વિધીની વક્રતા એ છે કે, રાજસ્થાનના પરાજયમાં તેને આ પહેલાં બે વાર અકલ્પનિય વિજય અપાવનારો રાહુલ તેવટિયા જ કારણભૂત બન્યો.

પોતાની મેચ વિનિંગ ઇનિંગ્સથી લાઈમલાઈટમાં આવનાર રાહુલ તેવટિયા બેટિંગમાં હતો ત્યારે ટીમને 5 ઓવરમાં 39 રનની જરૂર હતી. આ સ્કોર આસાનીથી થઈ શકે એવો હતો. તેવટિયા અને ઉથપ્પા ક્રિઝ પર ઉભા હતા એ જોતાં રાજસ્થાનની જીત પાકી મનાતી હતી પણ ભારતીય ટીમના સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિને રાહુલને હીરોમાંથી ઝીરો બનાવી દીધો.

દિલ્હી વતી અશ્વિને 16મી ઓવરમાં માત્ર 2 રન જ આપીને દબામ વધારી દીધા હતા. આ પૈકી ઓવરમાં ઉથપ્પાએ પ્રથમ બોલે સિંગલ લીધા બાદ તેવટિયાએ સતત 4 બોલ ખાલી કાઢ્યા હતા. આ એક જ ઓવરના કારણે રાજસ્થાન રોયલ્સના હાથમાંથી મેચ સરકી ગઈ. ઈનિંગ્સની છેલ્લી 4 ઓવર નોર્ટજે અને રબાડા જેવા ફાસ્ટ બોલર નાખવાના હોવાથી તેવટિયા અને ઉથપ્પાએ અશ્વિનની બોલિંગમાં રન ફટકારવા જરૂરી હતા પણ અશ્વિને અસરકારક બોલિંગ કરીને ના ફાવ વા દીધા.

આ પહેલાં ગયા રવિવારે મે રાહુલ તેવટિયા અને પરાગ રયાનની જોરદાર બેટિંગના સહારે રાજસ્થાન સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 159 રન ચેઝ કરીને અકલ્પનિય વિજય મેળવ્યો. રાજસ્થાન રોયલ્સે છેલ્લી 4 ઓવરમાં 54 રન કરીને ધનમાકેદાર જીત મેળવી હતી. તેવટિયાએ પંજાબ સામે પણ ધમાકેદાર બેટિંગ કરીને ટીમને જીતાડી હતી.