IND vs IRE: 16મી ઓવરમાં અર્શદીપ સિંહે 17 રન આપ્યા અને છેલ્લી વિકેટ રન આઉટના રૂપમાં પડી. આ રીતે આયરિશ ટીમ 96 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આયર્લેન્ડના સાત બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. સાતમા નંબરે આવેલા ગેરેથ ડેલેનીએ સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહને બે-બે સફળતા મળી.


 








ભારત સામેની મેચમાં પ્રથમ રમતા આયરલેન્ડની આખી ટીમ 96 રનમાં સમેટાઈ ગઈ હતી. આયરિશ ટીમના માત્ર 4 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા અને બાકીના 7 બેટ્સમેન પોતાના બેટથી 10 રન પણ બનાવી શક્યા ન હતા. આયર્લેન્ડ તરફથી સૌથી વધુ રન ગેરેથ ડેલાનીએ બનાવ્યા હતા, જેણે 14 બોલમાં 26 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોએ પહેલી જ ઓવરમાં તબાહી મચાવી દીધી હતી અને વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ વિકેટો લીધી હતી. હાર્દિકે કુલ 3 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. જ્યારે અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ લઈને આયર્લેન્ડને મોટો સ્કોર બનાવવાથી વંચિત રાખ્યું હતું.


આયર્લેન્ડની શરૂઆત એટલી ખરાબ રહી હતી કે ટીમે પ્રથમ 3 ઓવરમાં જ બંને ઓપનિંગ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન પોલ સ્ટર્લિંગ 2 રન બનાવીને આઉટ થયો હતો અને એન્ડ્ર્યુ બાર્લબર્ની પણ માત્ર 5 રન બનાવી શક્યો હતો. અર્શદીપ સિંહે આ બંને બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. પાવરપ્લે ઓવરોમાં આયર્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાને 26 રન હતો. લોર્કન ટકર સારા ફોર્મમાં હતો અને 10 રન બનાવીને ક્રિઝ પર સેટ થયો હતો, પરંતુ હાર્દિક પંડ્યાએ તેને 7મી ઓવરમાં ક્લીન બોલ્ડ કર્યો હતો. હેરી ટેક્ટરનું બેટ પણ શાંત રહ્યું, જે 16 બોલ રમીને માત્ર 4 રન બનાવી શક્યો. પરિસ્થિતિ એવી હતી કે ઈનિંગના પ્રથમ 61 બોલમાં જ ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોરબોર્ડ પર માત્ર 49 રન નોંધાયા હતા. આયર્લેન્ડે 12મી ઓવરમાં 50 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો, પરંતુ એ જ ઓવરમાં અક્ષર પટેલે બેરી મેકકાર્થીની વિકેટ લીધી હતી. આ દરમિયાન જોશુઆ લિટલ અને ગેરેથ ડેલાની વચ્ચે 27 રનની નાની પરંતુ મહત્વની ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ લિટલ 14 રનના સ્કોર પર બુમરાહ દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. આયર્લેન્ડે 15 ઓવરમાં 79 રન બનાવ્યા હતા અને માત્ર એક જ વિકેટ હાથમાં બાકી હતી. આખરે, 16મી ઓવરમાં ગેરેથ ડેલાની રનઆઉટ થતાં આયર્લેન્ડનો દાવ 96 રનમાં સમેટાઈ ગયો હતો.


ભારતે ટોસ જીત્યો હતો



ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ રમી રહ્યા નથી. અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા સાથે ટીમ ઈન્ડિયાની એન્ટ્રી થઈ છે. આયર્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરશે.






આયર્લેન્ડની પ્લેઈંગ ઈલેવન



 પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલબિર્ની, લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર, બેરી મેકકાર્થી, જોશુઆ લિટલ અને બેન્જામિન વ્હાઇટ.



ભારતની પ્લેઈંગ ઈલેવન



રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.