જોની બેરસ્ટો ગોલ્ફ રમતી વખતે ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ અને T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. ECB એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેયરસ્ટોને "ઈજા" થઈ હતી, ગોલ્ફ રમવા દરમિયાન જોની બેયરસ્ટોને હાથના નિચેના ભાગમાં ઈજા થઈ હતી. ઈજાની સ્થિતિની જાણકારી મેળવવા આગામી સપ્તાહે નિષ્ણાંતો તેની તપાસ કરશે. જોની બેયરસ્ટો ઈજાને કારણે ત્રણ મહિના સુધી ટીમમાંથી બહાર રહેશે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે થોડા કલાકો પહેલા ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેની આગેવાની જોસ બટલરને સોંપવામાં આવી છે. આ સ્ક્વોડમાં જોની બેયરસ્ટોનું નામ સામેલ છે, પરંતુ ઈંગ્લેન્ડ ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જોની બેયરસ્ટો ઈજાને કારણે બહાર થઈ ગયો છે.
ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ
જોસ બટલર (કેપ્ટન), મોઇન અલી, હેરી બ્રુક, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સાલ્ટ, બેન સ્ટોક્સ, રોસ ટોપલે, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.
બેયરસ્ટોની ઈજા ઈંગ્લેન્ડ માટે મોટો ફટકો છે. તે આ વર્ષે વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર અને તેમની સફેદ બોલની ટીમોમાં વરિષ્ઠ ખેલાડી છે. તેની ઈજાનો સમય ખાસ કરીને ઈંગ્લેન્ડ માટે આઘાતજનક છે.
ઇંગ્લેન્ડના મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટર અને પસંદગીકારોના વચગાળાના અધ્યક્ષ રોબ કીએ શુક્રવારે સવારે ખુલાસો કર્યો હતો કે બેયરસ્ટો વર્લ્ડ કપમાં જોસ બટલરની સાથે બેટિંગની શરૂઆત કરવાનો હતો, તેણે છેલ્લા બે વર્ષમાં મોટાભાગે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી હતી.
આ પણ વાંચો.....